Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

નવી મિત્રતાની વચ્ચે હવે મુલાયમ ગાયબ થયા છે

ગઠબંધનને લઈને અમરસિંહની ટકોર

લખનૌ,તા. ૧૨ : લોકસભા ચુંટણીને લઈને તમામ પાર્ટીઓ પોત પોતાની તૈયારીઓમાં લાગેલી છે. સમાજ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને લઈને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ગઠબંધનને લઈને હવે અમરસિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોઈ સમયે સમાજવાદી પાર્ટીના સભ્ય રહેલા અમરસિંહે આજે કહ્યું હતું કે માયાવતી અને અખિલેશ યાદવ વચ્ચે મિત્રતામાં મુલાયમસિંહ ગુમ થઈ ગયા છે. આ ગઠબંધનને લઈને મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીના નજીકના સાથી રહી ચુકેલા અમરસિંહે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે મુલાયમસિંહ યાદવ હવે કોઈ રીતે સક્રિય દેખાઈ રહ્યા નથી. અમરસિંહે ગઠબંધન પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના સ્થાપક તરીકે મુલાયમસિંહ રહેશે પરંતુ નવા પગલાંથી મુલાયમસિંહને દુર રખાયા છે. બેનરોમાં માયાવતી, મુલાયમ અને અખિલેશને એક સાથે દર્શાવાયા નથી. ગઠબંધન માયાવતી અને અખિલેશ વચ્ચે છે. ગઠબંધનની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમરસિંહે સ્પષ્ટપણે પ્રતિક્રિયા આપી હતી.

(7:33 pm IST)
  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST