Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સપા - બસપા અવસરવાદ અને વિરોધાભાસનું ગઠબંધન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સપા - બસપા અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન

નવી દિલ્હી તા. ૧૨ : દિલ્હીનાં રામલીલા મેદાનમાં શુક્રવારે ચાલુ થયેલ ભાજપનાં રાષ્ટ્રીય અધિવેશનનો આજે અંતિમ દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના સમાપન સમારોહમાં ભાગ લેશે. ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓને મિશન ૨૦૧૯ માટે જીતનો મંત્ર પણ આપશે. બીજા દિવસની શરૂઆત ભાજપનાં ટોપના નેતાઓએ સ્વામી વિવેકાનંદ જયંતી પ્રસંગે તેમને પુષ્પાંજલી અર્પિત કરવાની સાથે કરી હતી.ઙ્ગ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ગત્ત સરકાર નિર્ણય લેવામાં સક્ષમ નહોતી. ભ્રષ્ટાચાર તે સરકારની વિશેષતા હતી. જો કે અમારી સરકાર આવ્યા બાદ મોદીજીએ સારૂ શાસન, બિઝનેસમાં સુગમતા અને વિકાસ આપ્યો. નીતિન ગડકરીએ યુપીમાં લોકસભા ઙ્ગચૂંટણી માટે થયેલા સપા અને બસપાના ગઠબંધન થયું છે. પીએમની વિરુદ્ઘ નફરત જ ગઠબંધનનો એક માત્ર આધાર છે.ઙ્ગ

રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને નાણામંત્રી અરૂણ જેટલી પણ હાજર છે. શુક્રવારે પહેલા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં કોંગ્રેસ પર વિધ્ન નાખવાનો આરોપ લગાવતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી કાર્યકર્તાઓને આશ્વસ્ત કર્યા કે ભાજપ સંવિધાન હેઠળ રામ મંદિરના નિર્માણ માટે કટિબદ્ઘ છે.(૨૧.૨૩)

(3:34 pm IST)