Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વડાપ્રધાન સામે હાર્દિક ચૂંટણી લડશે?

મોદીને ઉતરપ્રદેશમાં ઘેરવા માટે ગુજરાતના પાટીદાર યુવા નેતાને મેદાને ઉતારવાની વિચારણા

વારાણસી, તા., ૧રઃ ઉતરપ્રદેશમાં લોકસભાની ચુંટણી માટે સપા અને બસપાનું ગઠબંધન થઇ જતા હવે મોદી માટે પડકાર મોટો કરવા તેની સામે ગુજરાતના પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને ચુંટણી લડાવવામાં આવે તેવી શકયતા છે. વડાપ્રધાન જો વારાણસી બેઠક પર ફરીથી લડવા આવે તો તેની સામે હાર્દિક ચુંટણી લડે તેવી સંભાવના છે.

એક હિન્દી અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાનને તેના ગઢમાં ઘેરવા માટે હાર્દિક પટેલને તેની સામે લડાવવાની તૈયારી શરૂ થઇ છે. ટુંક સમયમાં જ આ અંગેની રણનીતી તૈયાર થઇ શકે છે. ૨૦૧૪માં મોદી સામે અરવિંદ કેજરીવાલ ચુંટણી લડયા હતા. તે વખતે યુપીની ૮૦માંથી ૭૩ બેઠકો ભાજપને મળી હતી. ર૦૦૯ અને અત્યારની સ્થિતિમાં ઘણો ફેર છે. (૪.૯)

(3:29 pm IST)