Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

NEFT-RTGS-UPI-IMPS : ઓનલાઇન મની ટ્રાન્સફર માટે કયારે કયો વિકલ્પ શ્રેષ્ઠ ?

મુંબઇ : ઓનલાઇન મની ટ્રાન્સફર સુવિધાજનક સુરક્ષિત અને ઝડપી હોવાથી તે લોકપ્રિય બન્યું છે.

(૧) NEFT (નેશનલ ઇલે ફંડ ટ્રાન્સફર)  : વીકડે દરમ્યાન સવારે ૮થી સાંજે ૭ વચ્ચે થઇ શકેઃ કોઇપણ ખાતેદારને પૈસા મોકલી શકાય છે : શનિવારે ૮થી બપોરે ૧ સુધી થઇ શકે.

(ર)  RTGS (રિયલ ટાઇપ ગ્રોસ સેટલમેન્ટ) : મોટી એમાઉન્ટ ટ્રાન્સફર કરવા થઇ શકે :  ર લાખથી વધુ રકમ ટ્રાન્ફર કરી શકે : અપર લીમીટ નથી : સોમથી શુક્ર સવારે ૯થી બપોરે ૪:૩૦ વચ્ચે અને શનિવારે સવારે ૯થી ર સુધી થશે :RTGS માટે .NEFT કરતા વધુ ખર્ચ થાય છે

(૩) UPI  (યુનીફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) : મોબાઇલ એપ્લીકેશન માધ્યમથી થાય છે : આ સુવિધા ૭ દિ', ર૪ કલાક મળે છે અપર લીમીટ ૧ લાખ છે અને ર૪ કલાકમાં વધુમાં વધુ ૧૦ વખત લેવડ-દેવડ થઇ શકે છે તમે IFSC કોડ કે એકાઉન્ટ નં. વગર પૈસા ટ્રાન્સફર થઇ શકે છે.

(૪) .IMPS  (ઇમીડીયેટ પેમેન્ટ ટ્રાન્સફર સર્વિસ) : પૈસા તુરંત ટ્રાન્સફર થાય છે  લીમીટ ર લાખની છે : .IMPS માટે ફંડ ટ્રાન્સફર રકમના આધારે પ થી ૧પ રૂ. સુધી ચાર્જ લેવાય છે.

(3:29 pm IST)