Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કાશ્મીર અને હિમાચલમાં ફરી બરફવર્ષાથી ઠંડીનું તીવ્ર મોજું: જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ

કાશ્મીરના પહાડી અને મેદાની વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા

શ્રીનગર :કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી બરફ વર્ષા થતાં શ્રીનગર- જમ્મુ હાઇવે બંધ કરાયો હતો. શ્રીનગરમાં ૫- ૬ મી.મી. બરફ વર્ષા થઈ હતી. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત્ રહ્યું હતું. દિલ્હીમાં કેટલીક ટ્રેનોની આવક ઉપર અસર પડી હતી. હિમાચલના ફુકરીમાં માઇનસ ૧.૧ ડિગ્રીતાપમાન સાથે તીવ્ર ઠંડી પડી હતી.

  કાશ્મીરના પહાડી અને મેદાની વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા થઈ હતી. પહેલગામમાં ૧૧.૪ મી.મી. અને ગુલમર્ગમાં ૩.૪ મી.મી. બરફ પડયો હતો. મેદાની વિસ્તારોમાં હળવી બરફ વર્ષા થઈ હતી. બરફ વર્ષાને પગલે કાશ્મીરને દેશ સાથે જોડતો શ્રીનગર- જમ્મુ હાઇવે બંધ કરાવ્યો હતો. હવામાન સુધર્યા બાદ હાઇવે ચાલુ કરાશે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

(3:02 pm IST)