Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

નાસિક પંથકમાં ડુંગળીના ભાવ માત્ર ૫૦ પૈસા !

ખેડૂતોએ યાર્ડના દરવાજે ડુંગળી ફેંકી દીધી

નાસિક તા. ૧૨ :  જિલ્લાના નામપૂરમાં કૃષિ ઉત્પન્ન બજારમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી આઠઆનાના કિલોના ભાવે કાંદા ખરીદ્યા હતા.

લોહી-પાણી એક કરીને ઉગાડેલા કાંદાનો આટલો ઓછો ભાવ મળવાથી નારાજ થયેલા ખેડૂતોએ માલેગાંવ- તાહરાબાદ રોડ પાસે બજાર સમિતિના મુખ્ય પ્રવેશદ્વાર સામે કાંદા ઢોળી નાખીને રસ્તા-રોકો આંદોલન કર્યું હતું.

ખેડૂતોના આક્રમક વલણને પગલે કાંદાનું લીલામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પોલીસે મધ્યસ્થી કરી હતી અને બજાર સમિતિના સત્તાવાળાને ખેડૂતોને કાંદાનો યોગ્ય ભાવ આપવા જણાવ્યું હતું. સમજાવટ બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું.(૨૧.૧૦)

 

(11:42 am IST)