Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

જીએસટી : નાના વેપારીઓ માટે વીમા યોજનાની વિચારણા

નાના વેપારીઓને ટર્નઓવરના આધારે રૂ. ૧૦ લાખ સુધીનું અકસ્માત વીમા કવચ મળશે

નવી દિલ્હી તા. ૧૨ : ચૂંટણી પૂર્વે સરકાર જીએસટીમાં વધુ રાહત આપી શકે છે. જીએસટીમાં નોંધાયેલા લાખો લઘુ અને મધ્યમકક્ષાના વેપારીઓ માટે વીમા યોજના લાવવા સરકાર વિચારી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની જેમ અકસ્માત વીમા યોજના આ સેકટરને પૂરી પાડવા વિચારાધીન છે.

વેપારીઓને પરવડી શકે એવા પ્રીમિયમે સ્કીમ ઓફર થશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વેપારીઓ માટે કાર્યરત યોજનાના આધારે આ સ્કીમ હશે. નાના વેપારીઓને ટર્નઓવરના આધારે રૂ. ૧૦ લાખ સુધીનું અકસ્માત વીમા કવચ મળશે. ઉપરોકત સ્કીમ જો સરકાર દ્વારા મંજૂર થશે તો બજેટ સત્ર પહેલા જાન્યુઆરીના અંતમાં જાહેર થઈ શકે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વાર્ષિક રૂ. ૧૨ના પ્રીમિયમ સાથે રૂ. ૨ લાખનો અકસ્માત વીમો મળે છે. જે ૧૮ થી ૭૦ વર્ષના વય જૂથ માટે ઉપલબ્ધ છે જે માટે તેઓની મંજૂરી જરૂરી છે.

જે વેપારીઓ કોમ્પ્યુટરાઈઝેશન અપનાવવા અને બિઝનેશ અપગ્રેડ કરવા ઈચ્છતા હશે. તેમને રાહતના દરે ફાઈનાન્સ પૂરું પાડવા વિશે પણ સરકાર વિચારી રહી છે. મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ પણ વિચારાધીન છે.(૨૧.૬)

 

(10:03 am IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST