Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પોલીસે કચરા સાથે શબ સળગાવ્યું : અંતિમ સંસ્કાર માટે મળેલા પૈસા અંગત ઉપયોગ માટે રાખ્યા

ઉત્તરપ્રદેશના બીગપતમાં પોલીસવાળાએ એક અજાણ્યા શબની પ્લાસ્ટીક કચરો અને ટાયર સાથે કરોસીન છાંટી સળગાવ્યુ અને શબના ઉચિત અંતિમ સંસ્કાર માટે ખાતા તરફથી મળેલા રૂ. ર૭૦૦ પોતાની પાસે રાખી લીધા. પોલીસવાળાને રૂ. ૩૦૦ કફન માટે રૂ. ૪૦૦ શબને સ્મશાન લઇ જવા માટે અને રૂ. ર૦૦૦ અંતિમ સંસ્કારમાં ખર્ચ કરવા માટે આપ્યા હતા.

(10:09 pm IST)
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST