Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

હાર્દિક પંડ્યા તથા કે.એલ.રાહુલ તાત્કાલિક અસરથી ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ : COA લિખિત પત્રનો તાત્કાલિક અસરથી અમલ: BCCI, ICC,તેમજ સ્ટેટ એશોશિએશન આયોજિત અથવા સમર્થિત કોઈ પણ મેચ કે પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહીં

ઓસ્ટ્રલિયા :'કોફી વિથ કરન'માં હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલને મહિલાઓ વિષે અણછાજતી કોમેન્ટ કરવા બદલ  ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તથા બંનેને ઓસ્ટ્રેલિયાથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે.COA ચેરમેન વિનોદ રાય  દ્વારા બંનેને સંબોધીને લખાયેલા લેટરમાં જણાવાયા મુજબ તેમના વિવાદાસ્પદ વર્તન અંગે જ્યાં સુધી આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ BCCI, ICC,તેમજ સ્ટેટ એશોશિએશન આયોજિત અથવા સમર્થિત કોઈ પણ મેચ કે પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહીં

આ સૂચના તાત્કાલિક અમલમાં આવે છે.તેમ પત્રમાં જણાવાયું છે.

(12:00 am IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST