Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

૨૦૨૧ સુધીમાં ભારતનું ગગનયાન અંતરિક્ષમાં ૭ લોકોને ૧ સપ્તાહ માટે લઇને જશે

ઇસરોની જાહેરાત : ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ : અનમેન્ડ મિશન માટે ડીસે. ૨૦૨૦ ડેડલાઇન નક્કી

બેંગલુરૂ તા. ૧૧ : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ ગયા વર્ષની ઉપલબ્ધીઓ ગણાવીને આજે ૨૦૧૯ના લક્ષ્યો અને તેમના બહુપ્રતિક્ષિત મહત્વાકાંક્ષી ગગનયાન મિશનની તૈયારીઓ વિશે અનેક ખાસ વાતો જણાવી. આ મિશન હેઠળ ત્રણ સભ્યોની ક્રુ ઓછામાં ઓછા ૭ દિવસ માટે અંતરિક્ષની યાત્રા પર જશે. તેની ફાઇનલ લોન્ચિંગ પહેલા બે માનવરહિત મિશન પણ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. મોદી સરકારે ગયા વર્ષે જ ૧૦ હજાર કરોડની મહત્વાકાંક્ષી યોજનાને મંજુરી આપી હતી. ઇસરો ચીફના સિવને પત્રકાર પરીષદ દરમિયાન અનેક જાણકારીઓ આપી.

ઇસરોની સૌથી મોટી પ્રાથમિકતા ગગનયાન છે. પ્રથમ ડેડલાઇન અનમેન્ડ મિશન માટે ડિસેમ્બર ૨૦૨૦ નક્કી કરવામાં આવી છે. બીજી ડેડલાઇન અનમેન્ડ મિશન માટે જુલાઇ ૨૦૨૧ સુધી નક્કી કરવામાં આવી છે. પ્રથમ માનવીય મિશન માટે જુલાઇ ૨૦૨૧નો સમય નક્કી કરવામાં આવી છે.

અંતરિક્ષ પર માનવ મિશન મોકલનાર ભારત વિશ્વનો ચોથો દેશ હશે. ગગનયાન માટે શરૂઆતી તાલીમ ભારતમાં હશે અને એડવાન્સ ટ્રેનિંગ રશિયામાં થઇ શકે છે. આ મિશનમાં મહિલા અંતરિક્ષયાત્રી પણ ટીમનો ભાગ હશે.

અંતરિક્ષમાં માનવીય મિશન માટે જરૂરી ઉચ્ચ ટેકનિકનો વિકાસ કરી લેવામાં આવ્યો છે. તેના હેઠળ અંતરિક્ષયાત્રી ૭ દિવસ સુધી સ્પેસમાં રહેશે. ઇસરો પ્રમુખના સિવનના ૨૦૧૮ની ઉપલબ્ધિઓ પણ ગણાવી. ગયા વર્ષે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી - સી૪૦) દ્વારા ૨૮ વિદેશી ઉપગ્રહોની સાથે ૩૧ ઉપગ્રહોના પ્રક્ષેપણ અને તેને સફળતાપૂર્વક વર્ગમાં સ્થાપિત કરવામાં આવ્યું.

સિવને ઇસરોની ૨૦૧૮ની ઉપલબ્ધિઓ ગણાવીને કહ્યું કે, અનેક રોકેટ અને ઉપગ્રહોના પ્રક્ષેપણની તે વર્ષ ખૂબ જ વ્યસ્તતાઓવાળુ રહ્યું. સૌથી મોટી ઉપલબ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગગનયાનની ઘોષણા રહી તે એક પ્રમુખ ઘોષણા છે.

તેઓએ જણાવ્યું જીસેટ-૨૦, જીસેટ-૨૮, સેટેલાઇટ આ વર્ષે થશે. લોન્ચ, સપ્ટેમ્બર, ઓકટોબર સુધી આવનારા સેટેલાઇટથી હાઇસ્પીડ કનેકિટવીટીને બળ મળશે. ડિજીટલ ઇન્ડિયાના સપનાને પૂર્ણ કરવા મદદ મળશે. ઇસરોની આ વર્ષે ૩૨ મિશનની પ્લાનિંગ છે.

ગગનયાન મિશન પર છેલ્લા ચાર મહીનાથી કામ ચાલી રહ્યું છે. ક્રુની તાલીમ પર કામ શરૂ કરવામાં આવ્યું. ક્રુ મેમ્બરની આ ચુંટણી ઇસરો અને આઇએએફ દ્વારા સંયુકત રૂપથી કરવામાં આવશે ત્યારબાદ ૨થી ૩ વર્ષ સુધી તાલીમ અપાશે.

અમે દેશભરમાં ૬ ઇંકયુબેશન એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરશે. અમે ભારતીય છાત્રોને ઇસરોમાં લાવીશું. ભારતીય છાત્રોને નાસા જવાની શું જરૂરીયાત છે?

(3:39 pm IST)