Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

આખા ગામે મળીને ૧૩૦ વર્ષના આ મગરની વિધિવત્ અંતિમક્રિયા કરી

રાચી, તા.૧૧: છતીસગઢના મોહેતારા ગામમાં ઓખું ગામ શોકમાં ડુબી ગયેલું, કેમ કે એ ગામના તળાવમાં રહેતો ગંગરામ નામનો મગર મૃત્યુ પામ્યો હતો કહેવાય છે કે આ મગર ૧૩૦ વર્ષનો હતો. અને કારણે ગામની જૂનીથી લઇને નવી પેઢી સુધીના માગસોને ગંગારામ માટે બહુ લાગણી હતી. ગામલોકો માટે ગંગારામ ભગવાનથી કમ નહોતો. સાડાત્રણ મીટર લાંબો આ મગર મંગળવારે તળાવમાં મૃત જોવા મળ્યો હતો. ગામલોકોએ જંગલ ખાતાને જાણ કરી હતી અને ગામલોકોએ સાથે મળીને મગરનું શબ પાણીમાંથી કાઢીને એની વિધિવત્ અંતિમક્રિયા કરી હતી. ગામના લગભગ ૫૦૦થી વધુ લોકોએ આ મગરની અંતિમ પુજા કરી હતી અને શબન વંદન કરીને કૃપા કરવા વિનંતી કરી હતી. પૂજા બાદ તળાવના કિનારે જ ખાડો ખોદીને મગરનું શરીર દફનાવવામાં આવ્યું. ગામના સરપંચ મોહન સાહુનું કહેવું છે કે  ગંગારામ માટે ગામના લોકો એટલા ઇમોશનલ હતા કે એના અતિમ સંસ્કાર થયાએ દિવસે મોટા ભાગના ઘરોમાં ભોજન બન્યું નહોતું. શોકમાં સૌએ ઉપવાસ કર્યા હતા. ગામલોકોનું કહેવું હતું કે જે તળાવમાં ગંગારામ રહેતો હતો એમાં બાળકોથી વૃદ્ધો કોઇ પણ નાહવા પડે અને મગરની ખૂબ નજીક આવી જાય તો પણ એણે કદી કોઇને હાનિ પહોંચાડી નથી.

(3:21 pm IST)