Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અમેરિકાના મેડિસન વિસ્કોસીન મેયર પદના ઉમેદવાર શ્રી રાજ શુક્લાને ઈમ્પૅક્ટ ફંડનું સમર્થન : ઇન્ડિયન અમરિકન ઉમેદવારોને તમામ રીતે મદદરૂપ થવા કાર્યરત ઈમ્પૅક્ટ ફંડની નવા વર્ષની શરૂઆત

વિસ્કોસીન : ઇન્ડિયન અમરિકન ઉમેદવારોને રાજકિય તથા જાહેર ક્ષેત્રે આગળ ધપાવી પ્રોત્સાહિત કરતા અને તમામ રીતે મદદરૂપ થવા કાર્યરત ઈમ્પૅક્ટ ફંડની નવા વર્ષની શરૂઆત વિસ્કોસીનમાં આવેલા મેડિસિનના મેયર પદ માટેના ઉમેદવાર શ્રી રાજ શુકલાથી થઇ છે.

પોતાને મળેલા સમર્થન બદલ શ્રી શુક્લાએ ઈમ્પૅક્ટ ફંડનો આભાર માન્યો હતો તથા મેડિસિનમાં કોમ્યુનિટી માટે તમામ પ્રકારે સમાનતા જળવાઈ રહે સાથોસાથ તમામ નાગરિકો સાથે મળી અમેરિકન ડ્રિમ ખરા અર્થમાં પૂરું કરી શકે તેવા પ્રયત્નો કરવાનો કોલ આપ્યો હતો.

(12:21 pm IST)