Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ઇન્ડીગો - જેટ - એર એશિયાએ શરૂ કર્યું સેલ : ભારે ડિસ્કાઉન્ટમાં એર ટિકિટ

ઇન્ડીગોની ૮૯૯માં તો એર એશિયાની ૯૯૯માં ઓફર

નવી દિલ્હી તા. ૧૧ : એરલાઈન્સ કંપનીઓ ઈન્ડિગો, એર એશિયા અને જેટ એરવેઝે નવા વર્ષની શરૂઆતમાં સેલ શરૂ કર્યું છે. જેમાં તે ગ્રાહકોને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે એર ટિકિટ આપી રહી છે. આ વર્ષે એરલાઈન્સ કંપનીનું આ પ્રથમ સેલ છે. ખાસ કરીને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટ પર આ કંપનીઓ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઈન્ડિગો ડોમેસ્ટિક ફલાઈટ માટે રૂ. ૮૯૯માં એર ટિકિટ આપી રહી છે. જયારે આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં રૂ.૩૯૯૯માં એર ટિકિટ મળી રહી છે.

જેટ એરવેઝ પોતાના બેઝફેરમાં ૫૦ ટકાની છૂટ આપી રહી છે. જેટની ડોમેસ્ટિક ફલાઈટ અને આંતરરાષ્ટ્રીય ફલાઈટ બંનેમાં છૂટ આપવામાં આવી છે. જયારે એર એશિયા એર ટિકિટ રૂ.૯૯૯માં આપી રહી છે. જયારે એર એશિયાની ઈન્ટરનેશનલ ફલાઈટની ટિકિટ રૂ. ૨૯૯૯માં મળી રહી છે. ઈન્ડિગોની ઓફર તા. ૯ જાન્યુઆરીથી લઈને ૧૨ જાન્યુઆરી સુધી જ છે. પણ તા. ૨૪ જાન્યુઆરીથી લઈને ૧૫ એપ્રિલ સુધી આ ઓફરનો લાભ લઈ શકાય છે અને ટિકિટ બુક કરાવી શકાય છે.

દિલ્હીથી અમદાવાદની ટિકિટ રૂ.૧૪૯૯માં મળી રહી છે. જયારે દિલ્હીથી મુંબઈની ટિકિટ ૨૨૦૦ રૂમાં આ ઓફરમાં મળી રહી છે. મોબિકિવકથી બુક કરતા રૂ.૫૦૦નું કેશબેક પણ મળી રહે છે. જયારે એર એશિયા પણ સારી એવી ઓફર આપી રહી છે. એર એશિયાનું સેલ તા.૨૦ જાન્યુઆરી સુધી ચાલું રહેશે. જેમાં ૨૧ જાન્યુઆરીથી ૩૧ જુલાઈ સુધી ટિકિટ બુક કરાવીને આ ઓફરનો લાભ લઈ શકાશે. એર એશિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનથી બુકિંગ કરાવ્યા બાદ આ ડિસ્કાઉન્ટ મળી રહેશે. આ સેલનો આજે છેલ્લો દિ' છે.(૨૧.૭)

 

(10:36 am IST)