Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

દિલ્હીના પૂર્વ સી.એમ. શિલા દિક્ષિત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બન્યા

કેરળના રાજયપાલ અને સૌથી લાંબા સમય સુધી દિલ્હીના મુખ્યમંત્રી ( ૧૯૯૮ - ર૦૧૩ ) રહી ચુકેલ ૮૦ વર્ષીય શીલા દિક્ષિતને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.  હાલમાં જ  પાર્ટી નેતા અજય માકનએ સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપી પ્રદેશ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતુ. માકનએ શીલા દિક્ષીતને શૂભેચ્છા પાઠવી છે.

(12:00 am IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST