Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બીજેપીએ દિલ્હી મતદાર યાદીમાંથી ૩૦ લાખ નામ દૂર કરાવ્યા : આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી ( આપ) ના પ્રવકતા રાઘવ ચઢાએ બીજેપી પર ગેર કાનુની રીતે દિલ્હીની  મતદાર યાદીમાંથી ૩૦ લાખ મતદાતાઓના નામ હટાવવાનો આરોપ લગાવ્યો છે. જયારે બીજેપી ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ આરોપોનું ખડન કરતા કહ્યુ કે ચૂંટણી આયોગ અનુસાર ર૦૧પ-ર૦૧૮ ની વચ્ચે મતદાર યાદીમાંથી ફકત ૩.૦પ લાખ નામ હટાવવામા આવ્યા.

(12:00 am IST)