Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

કેરળમાં મહત્તમ એક ટકા સેસ લાગૂ કરવાનો કરાયેલો નિર્ણય

૪૦ લાખ સુધી ટર્નઓવર ધરાવનારને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ : દેશના પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશનની રાહતની મર્યાદા ૨૦ લાખ કરી : કમ્પોઝિશન સ્કીમને લઇ મહત્વપૂર્ણ નિર્ણય

નવીદિલ્હી, તા. ૧૦ : કેરળ હોનારત બાદ વિકાસ કાર્યોના ખર્ચને પહોંચી વળવા માટે સેસ લાગૂ કરવાના નિર્ણયને પણ મંજુરી આપવામાં આવી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, કેરળની અંદર વેચાણ ઉપર મહત્તમ બે વર્ષ માટે મહત્તમ એક ટકા સેસ લાગૂ કરવાની મંજુરી આપવામાં આવી છે. જેટલીએ કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ સેક્ટર અને લોટરી સેક્ટર સાથે જોડાયેલા નિર્ણયો માટે કાઉન્સિલે સલાહકાર ગ્રુપની રચના કરવાનો નિર્ણય કર્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે ૭ સભ્યોની મંત્રીગ્રુપની રચના કરવામાં આવી છે. લોટરીમાં એક રૂપિયા લાવવા માટે પણ એક સલાહકાર ગ્રુપની રચના કરવામાં આવી ચુકી છે. આ તમામ નિર્ણયોના પરિણામ સ્વરુપે કેન્દ્ર સરકારને ફાયદો થશે. અરુણ જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં આજે કેટલાક નિર્ણય લેવાયા હતા. જીએસટી હેઠળ રિયલ એસ્ટેટ અને લોટરીને સામેલ કરવાના મુદ્દે કાઉન્સિલે મિટિંગમાં રજૂ કરવામાં આવેલા અભિપ્રાયોના વિખવાદ બાદ પ્રધાનોના ગ્રુપની રચના કરવાનો નિર્ણય કર્યો હતો જે તમામ બાબતોમાં ધ્યાન આપીને યોગ્ય નિર્ણય કરશે.

(12:00 am IST)