Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

આસામમાં હિંસક પ્રદર્શન : બે જિલ્લામાં કર્ફ્યૂ લદાયો : 10 જિલ્લાઓમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ

કેટલાક જિલ્લાઓમાં 144 લાગુ : અર્ધલશ્કરી દળોના 5 હજાર જવાનો મોકલાયા

 

નવી દિલ્હી : CABના વિરૂદ્ધ ઉગ્ર વિરોધ બાદ આસામના બે જિલ્લાના ગુવાહાટી અને કામરૂપમાં કર્ફ્યૂ લગાવી દીધું છે. તેની સાથે જ રાજ્યના સોનિતપુર, લખીમપુર અને તિનસુલિયા જિલ્લામાં ભારે વિરોધના કારણે કલમ 144 પણ લાગી કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળના 5 હજાર જવાનોને મોકલાયા છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધને ધ્યાનમાં રાખીને આસામના 10 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સાંજે સાત વાગ્યાથી આગામી 24 કલાક સુધી બંધ કરવામાં આવશે. લખિમપુર, ધેમાજી, તિનસુકિયા, દિબ્રુગઢ, શિવસાગર, જોરહાટ, કામરુપ અને ગોલાઘાટ જિલ્લામાં 24 કલાક માટે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. .

(1:14 am IST)