Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 17 સીટો માટે મતદાન થશે

309 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી : કુલ 56,06,743 મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે

 

રાંચીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. કુલ 17 સીટ પર જનતા પોતાનો ફેસલો સંભળાવવા જઈ રહી છે

  . રાંચી, કાંકે, હટિયા, રામગઢ અને બરકટ્ટા વિધાનસભા ક્ષેત્રમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે. જ્યારે બાકીની 3 સીટ પર બપોરના 3 વાગ્યા સુધી મતદાન થનાર છે.

  17 સીટ પર કુલ 309 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે, જેમાંથી 32 મહિલાઓ છે. આ તબક્કામાં કુલ 56,06,743 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. મતદાન માટે કુલ 7016 મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં છે.

(12:36 am IST)
  • માનવ ભક્ષી દીપડાને ઠાર કરાયો : બગસરા નજીક ગૌશાળામાં શાર્પ શુટરોએ દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલ : છેલ્લા પાંચ દિવસના ઓપરેશન બાદ વન વિભાગને મળી સફળતા : access_time 7:55 pm IST

  • ભુજમાંથી ઝડપાયું ગૌવંશનું કતલખાનુ:સેજવાલા માતામ વિસ્તારમાં પડાયો દરોડો:પોલીસે ૧૦૦ કિલા માંસનો જથ્થો ઝડપ્યો: ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ:કતલખાના માટે વપરાયેલા સાધનો કબ્જે access_time 1:24 am IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST