Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મધ્ય પ્રદેશમાં ચિતોરા ડેમના પાણીનું રક્ષણ કરવા માટે સેનાના જવાનોને તૈનાત કરાયા

સૈન્ય છાવણી અને આસપાસના 12 ગામના લોકો વચ્ચે ચિતોરા ડેમના પાણીની વહેંચણી મામલે વિવાદ સર્જાયો

 

ભોપાલ : મધ્યપ્રદેશના ચિતોરા ડેમના પાણીનું રક્ષણ કરવા સેનાના જવાનોની મદદ લેવાઈ છે મધ્ય પ્રદેશમાં ભોપાલથી 186 કિમી દૂર આવેલા સાગર જિલ્લાની સૈન્ય છાવણી અને આસપાસના 12 ગામના લોકો વચ્ચે ચિતોરા ડેમના પાણીની વહેંચણી મામલે વિવાદ સર્જાયો છે.

મધ્ય પ્રદેશમાં સાગર જિલ્લાની સૈન્ય છાવણી અને સાગર જિલ્લાના 12 ગામના ખેડૂતોને પાણી પૂરું પાડતા ચિતોરા ડેમના પાણીની વહેંચણીનો વિવાદ એટલી હદે વધી ગયો છે કે આર્મીએ ખેડૂતો પાણીનો ઉપયોગ કરી શકે તે માટે જેટલા જવાનોને બંધ પાસે તૈનાત કરી દીધા છે. ગામ લોકોના આક્ષેપ પ્રમાણે સેનાના જવાનો બંધ પાસેના 12 કિમી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તેમને પાણી ખેંચતા અટકાવી રહ્યા છે.

ઉપરાંત તેમણે છેલ્લા 15 દિવસમાં જવાનોએ ખેડૂતોના 14 જેટલા ઇલેક્ટ્રિક પંપ અને પાણીની નળીઓ વગેરે જપ્ત કર્યું હોવાનો દાવો કર્યો છે. ચિતોરા ગામના સરપંચે જણાવ્યું કે, દર વર્ષે ગામના લોકો બંધના પાણી વડે તેમની ખેતીની જમીનમાં સિંચાઈ કરે છે પરંતુ વખતે સેનાના જવાનો ખૂબ કડક વલણ દાખવી રહ્યા છે અને તેઓ ખેડૂતોને બંધ સાથે સંકળાયેલી કેનાલમાંથી પાણી ખેંચતા પણ અટકાવી રહ્યા છે.

તરફ સેનાના અધિકારીઓના કહેવા પ્રમાણે 1995માં સાગર મ્યુનિસિપલ કોર્પોરેશને તે જળ સ્ત્રોત સેના માટે નિયુક્ત કરી આપ્યો હતો. સાગર આર્મી હેડક્વાર્ટરના કમાન્ડન્ટ કોલોનલ મુનિશ ગુપ્તાના કહેવા પ્રમાણે તેઓ અનેક વખત પ્રમાણે પેટ્રોલિંગ કરતા આવ્યા છે. રીતે તેઓ સાગર મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને જે પાણીનો જથ્થો ફાળવ્યો છે તેની સુરક્ષા કરી રહ્યા છે.

સાગર નગર નિગમના કમિશનર આરપી આહિરવારના કહેવા પ્રમાણે તેમણે સૈન્યને ચિતોરા ડેમમાંથી પાણી ખેંચવાની મંજૂરી આપેલી છે પરંતુ તેઓ ગામલોકોને કેનાલ અને ડેમનું વધારાનું પાણી ખેંચતા શા માટે રોકી રહ્યા છે તે અંગે તપાસ કરવામાં આવશે. કમાન્ડર ગુપ્તાના કહેવા પ્રમાણે ગત વર્ષે તેમણે પાણીની ભયંકર તંગીનો સામનો કરવો પડયો હતો જેથી વર્ષે તેઓ પાણી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

(11:40 pm IST)