Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની સક્રિય રાજકારણમાં પ્રવેશવા જાહેરાત : બનાવશે નવી રાજકીય પાર્ટી

બસપા સાથે જોડાવવાના પ્રયાસ કર્યા પરંતુ કોઈ જવાબ નહીં મળ્યાનો દાવો : નાગરીકતા સંશોધન બિલ વિરૂદ્ધ કરશે આંદોલન

 

લખનૌ : ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. ચંદ્રશેખરે  લખનૌમાં એક પત્રકાર પરિષદ યોજી કહ્યું કે તેઓ બહુજન સમાજ માટે રચાયેલી નવી રાજકીય પાર્ટીની ટૂંક સમયમાં જાહેરાત કરશે.

ચંદ્રશેખર કહે છે કે તેમણે બહુજન સમાજ પાર્ટી સાથે જોડાવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ હજુ સુધી બસપા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે બહુ જન સમાજ માટે રચાયેલી નવી રાજકીય પાર્ટીની જાહેરાત તેઓ ટૂંક સમયમાં કરશે. તેમણે કહ્યું કે તેઓ લખનઉમાં પાર્ટીની ઓફિસ બનાવશે.

નાગરીકતા સંશોધન બિલ વિશે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે કહ્યું કે તે તેની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ નાગરીકતા સંશોધન બિલ વિરૂદ્ધ પણ આંદોલન કરશે.

(11:35 pm IST)
  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • ગાંધીધામના પડાણા હાઈવે પર અકસ્માત : અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નોંધ્યો ગુનો: માથાના ભાગે ઈજાઓ થતા યુવાનનું મોત access_time 1:21 am IST

  • ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો આજે જન્મદિવસ : 11 ડિસેમ્બર 1935 ના રોજ પશ્ચિમ બંગાળના મિરાતીમાં જન્મ થયો હતો : 84 માં જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શુભેચ્છા પાઠવી access_time 1:06 pm IST