Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

નાગરિકતા સંશોધન બિલ પાસ થતા વિપક્ષ વિફર્યુ :સોનિયા ગાંધીએ કહ્યું- ભારતના બંધારણના ઇતિહાસમાં કાળો દિવસ

નવી દિલ્હી: રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભા માં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં હતા  આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં. આ પ્રસ્તાવ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન લઈને આવ્યાં હતાં. જે પડી ગયો હતો. શિવસેના વોટિંગ પ્રક્રિયામાં સામેલ થઈ નહતી. આ ઉપરાંત બસપાના 2 સાંસદ અશોક સિદ્ધાર્થ અને રાજારામ પણ ગેરહાજર રહ્યાં હતાં. રાજ્યસભામાં બિલમાં સંશોધન માટે 14 પ્રસ્તાવ આપવામાં આવ્યાં હતાં. આ ઐતિહાસિક બિલ પાસ થવા ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એ કહ્યું કે આજનો દિ વસ ભારતના બંધારણના ઈતિહાસનો કાળો દિવસ છે.

(10:21 pm IST)