Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ચંપારણમાં ઉન્નાવનું પુનરાવર્તન, ગર્ભવતી યુવતિને પ્રેમીએ જીવતી જલાવી દીધી

મરનાર યુવતીની માતાએ આ યુવાન પર રેપનો આરોપ પણ મૂકયો

ચંપારણ/બિહાર, તા.૧૧: બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયા ગામમાં ઉત્ત્।ર પ્રદેશના ઉન્નાવ જેવી એક ઘટના બનતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. એક યુવાને ઘરમાં ઘુસીને એક યુવતી પર ઘાસતેલ છાંટીને એને જીવતી જલાવી દીધી હતી.

પોલીસે આ યુવાન અરમાનની ધરપકડ કરી લીધી હતી. મરનાર યુવતીની માતાએ આ યુવાન પર રેપનો આરોપ પણ મૂકયો હતો. પોલીસ તપાસ કરી રહી હતી. એક અહેવાલ મુજબ મરનાર યુવતી અને આ યુવાન વચ્ચે લવ અફેર હતો. પાછળથી મનદુઃખ થતાં યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો. તેથી પેલો યુવાન ઉશ્કેરાયો હતો અને યુવતી પર હુમલો કર્યો હતો.૭૦ ટકાથી વધુ દાઝી ગયેલી યુવતીને વધુ સારવાર માટે પટણા લઇ જવાતી હતી ત્યારે રસ્તામાં એણે અંતિમ શ્વાસ લીધા હતા. અન્ય એક અહેવાલ મુજબ યુવતી ગર્ભવતી થતાં એણે અરમાન પર દબાણ વધાર્યું હતું કે હવે તું સમય વેડફયા વિના મારી સાથે લગ્ન કરી લે. બેતિયાની પોલીસ સુપરિન્ટેન્ડન્ટ નિતાશા ગુડિયાએ કહ્યું કે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

વાતો એવી મળી રહી છે કે બંને વચ્ચે અફેર હતો. મરનારે ઝડપભેર લગ્ન કરી લેવાનો આગ્રહ રાખતાં પેલો અકળાઇ ગયો હતો અને ક્ષણિક આવેશમાં હુમલો કરી બેઠો હતો. અમે એની ધરપકડ કરી લીધી છે અને આ વિસ્તારમાં ઉશ્કેરાટ ન ફેલાય એ માટે પોલીસ બંદોબસ્ત કરી લીધો હતો.

(3:36 pm IST)