Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પશ્ચિમ રેલવેએ ઉંદર મારવા1,52 કરોડનો ધુમાડો કર્યો !

આટલો ગંજાવર ખર્ચ કર્યા બાદ 5457 ઉંદર માર્યાનો દાવો : પેસ્ટ કંટ્રોલ કંપનીને રોજના 14 હજાર ચુકવાતા

નવી દિલ્હી : પશ્ચિમ ભારત તરફથી ઉત્તર ભારત તરફ ટ્રેનો દોડાવતી પશ્ચિમ રેલવેએ પોતાના કાર્યાલયમાં ઉંદર મારવા માટે છેલ્લાં ત્રણ વર્ષમાં એક કરોડ, 52 લાખ, 41 હજાર,689 રૂપિયા ખર્ચ્યા હતા એવું એક આરટીઆઇના જવાબમાં રેલવેએ જણાવ્યું હતું

. આટલી ગંજાવર રકમ ખર્ચ્યા બાદ રેલવેએ પાંચ હજાર ચારસો સત્તાવન ઉંદર માર્યા હોવાનો દાવો કર્યો છે એટલે કે રોજ પાંચ ઉંદર મારવા માટે પશ્ચિમ રેલવેએ 14 હજાર રૂપિયાનો ધૂમાડો કર્યો હતો

  યાર્ડમાં ઊભેલી ટ્રેનો અને પોતાની ઑફિસમાં ઉંદર મારવા માટે પેસ્ટ કન્ટ્રોલ કંપનીને રોજના ચૌદ હજાર રૂપિયા ચૂકવાતા હતા પરંતુ એટલા માતબર ખર્ચ સામે રોજ માત્ર પાંચ ઉંદર મારવામાં આવતા હતા. પશ્ચિમ રેલવે ભારતીય રેલવેનું સૌથી નાનું એકમ ગણાય છે. નાનકડા એકમમાં આવી આસમાની સુલતાની હોય તો મોટા એકમોમાં કેવી પરિસ્થિતિ હશે એની કલ્પના કરવા જેવી

(12:29 pm IST)