Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

નવી દિલ્હીમાં ફરી હવા ઝેરી બનીઃ એક્યૂઆઇ 400ને પાર :ગાઝીયાબાદના લોની વિસ્તારમાં 456થી વધુ

શ્વાસ લેવામાં તકલીફ પડવાની અને આંખો બળવાની ફરિયાદો થવા માંડી

નવી દિલ્હીમાં આજે સવારે ફરી એકવાર હવા ઝેરી બની હતી અને એક્યૂઆઇ 400ને પાર પહોંચી ગયો છે વહેલી સવારથી જ સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ ફેલાઇ જાય છે અને વિઝિબિલિટી ઘટી જાય છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં એક્યૂઆઇ 400ને પેલે પાર હોવાની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. શ્વાસ લેવામાં તકલીફ પડવાની અને આંખો બળવાની ફરિયાદો થવા માંડી હતી.

ગાઝિયાબાદના લોની વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ) 456થી પણ વધુ નોંધાયો હતો. આમ તો છેલ્લા સાતેક દિવસથી ફરી એકવાર દિલ્હીની હવા પ્રદૂષિત થવા માંડી હતી પરંતુ આજે સવારે વાતાવરણ વધુ ગંભીર બની ગયું હતું.

આ વાતાવરણનો લાભ લઇનેજ નિર્ભયા કાંડના એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી હતી કે આમ પણ અમે દિલ્હીની ઝેરી હવાથી રીબાઇ રીબાઇને મરી રહ્યા છીએ. તો પછી અમને ફાંસી આપવાનો આગ્રહ કેમ સેવવામાં આવી રહ્યો હતો.

આજે આનંદ વિહારમાં 300, ગાઝિયાબાદમાં 399, પૂસા રોડ પર 359 અને નોઇડામાં 407 એક્યૂઆઇ નોંધવામાં આવ્યો હતો. જો કે હજુ સ્કૂલ કૉલેજો બંધ કરવાની જાહેરાત કે વાહનવ્યવહારમાં ઇવન ઓ઼ડ જેવી વ્યવસ્થા રાજ્ય સરકારે જાહેર કરી નથી.

(12:07 pm IST)