Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કોંગ્રેસ નવી રણનીતિ ઘડવા મનોમંથન કરશે

પંચમઢી, શીમલા અને જયપુર માફક ચિંતન શિબિરનું આયોજન કરશે કોંગ્રેસ

નવી દિલ્હી,તા.૧૧: હાલની રાજનૈતિક સ્થિતિમાં ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસ ચિંતનની તૈયારી કરી રહી છે.ઙ્ગ કે રાજનૈતિક સ્થિતિ ખુબજ તેજીથી બદલી રહી છે. એવી સ્થિતિમાં પક્ષને નવી રણનીતિથી આગળ વધારવું જરૂરી છે. કારણકે કોંગ્રેસ સતત બે વાર લોકસભા ચૂંટણી હારી ચુકી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે વર્ષ ૨૦૧૪દ્ગક લોકસભા ચૂંટણીમાં હાર બાદ પક્ષની અંદર ચિંતનની વાત ઉઠી હતી, પરંતુ તેને અમલીકરણ કરી શકાય નહી. છ મહિના પહેલા થયેલી લોકસભા ચૂંટણીમાં અમારું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જયારે તેનાથી કેટલાક મહિના પહેલા જ પક્ષે રાજસ્થાન, છત્ત્।ીસગઢ અને મધ્યપ્રદેશમાં સરકાર બનાવી હતી. આ ત્રણેય રાજયોમાં કોંગ્રેસને બીજેપીએ માત આપી હતી. એવામાં પક્ષ માટે હારના કારણો પર વિચાર કરીને તેને દૂર કરવું ખુબજ જરૂરી છે.

ઙ્ગ આ ચિંતન શિબિર એવા એવા સમયે થઇ રહી છે જયારે પક્ષમાં એક વાર ફરી રાહુલ ગાંધીની કમાન સંભાળવાની માંગ જોર પકડી રહી છે. એક વરિષ્ઠ નેતા એ કહ્યું કે ચિંતન શિબિર એટલા માટે પણ જરૂરી છે કારણકે રાજનીતિમાં નવા ગઢબંધન બની રહ્યા છે. મહારાષ્ટ્રમાં અમે શિવસેનાની સાથે સરકાર બનાવી છે. જયારે કોંગ્રેસ હંમેશા શિવસેના વિરુદ્ઘ મુખર રહી છે. તેઓએ કહ્યું કે ચિંતન શિબિરની તારીખો અને સ્થાન હજુ સુધી નક્કી નથી. પરંતુ ચિંતન શિબિર સંસદના બજેટ સત્રની આજુબાજુ થવાની શકયતા છે.

ઙ્ગ કોંગ્રેસના અત્યારસુધીમાં ત્રણ ચિંતન શિબિર યોજાઈ છે. ૧૯૯૮માં પંચમઢી ચિંતન શિબિરમાં કોંગ્રેસે કહ્યું હતું કે વૈચારિક, નીતિગત અને રાષ્ટ્ર નિર્માણ મામલે પક્ષને ક્ષેત્રીય પક્ષો પર વરિયતા પ્રાપ્ત થયેલી છે. પરંતુ બાદમાં ૨૦૦૩માં શિમલામાં યોજાયેલી શિબિરમાં કહ્યું હતું કે ધર્મનિરપેક્ષઙ્ગ તાકતોની સાથે ગઢબંધન કરવું જોઈએ. ૨૦૧૩જ્રાક્નત્ન જયપુરમાં યોજાયેલ ચિંતન શિબિરમાં પક્ષને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે રાહુલ ગાંધીને પક્ષ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ તેઓ અધ્યક્ષ પણ બન્યા.

(11:48 am IST)