Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મધ્યપ્રદેશ સરકાર દ્વારા ઓશો મહોત્સવઃ નવી પેઢી આધ્યાત્મિકતાને જાણે તે મુખ્ય ધ્યેય

રાજકોટ તા. ૧૧ :.. મધ્ય પ્રદેશ સરકારના આધ્યાત્મિક વિભાગનાં સૌજન્યથી સેવમા પુર્ણિમા (ઓશો. ધર્મતિર્થ ટ્રસ્ટ - ભોપાલ) ની આગેવાનીમાં આજે તા. ૧૧ ડીસેમ્બરથી ૧૩ ડીસેમ્બર સુધી વિશ્વ સદ્ગુરૂ પૂ. ઓશોના જન્મ દિવસ નિમિતે તરંગ ઓડિટોરિયમ-જબલપુર ખાતે ઓશો મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.આ ત્રિદિવસીય ઓશો મહોત્સવમાં દેશ - વિદેશથી મોટી સંખ્યામાં ઓશો પ્રેમીઓ ઉપસ્થિત રહેનાર છે.

ઓશો મહોત્સવનો મધ્ય પ્રદેશ સરકારનો મુખ્ય ઉદેશ્ય નવી પેઢી ઓશોને જાણે તે છે.ઓશો મહોત્સવમાં ધ્યાન પ્રયોગ, દેશ - વિદેશના સાહિત્યકારો, કવિઓ, કલાકારો, સંગીતકારો ઓશો પ્રેમ વિષયક રચનાઓ રજૂ કરશે.આ ત્રિદિવસીય ઓશો મહોત્સવમાં આવનારા તમામ ઓશો અનુયાયીઓ માટે રહેવા - જમવાની, ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(12:08 pm IST)