Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

અર્થતંત્ર ''માંદુ'' પડતા બેંકોમાં છેતરપીંડી વધી

ર૦૧૮-૧૯માં બેન્કીંગ છેતરપીંડીના મામલા ૭૪ ટકા વધ્યા : રિઝર્વ બેંકનો રિપોર્ટ : સૌથી વધુ આર્થિક ગુનાઓ જયપુરમાં નોંધાયા

નવી દિલ્હી, તા. ૧૧ :  ભારતીય અર્થ-વ્યવસ્થાની ધીમી ગતિથી વેપાર, નોકરીની તકો, નિકાસ પર જ ખરાબ-અસર નથી પડી પરંતુ આના લીધે બેકીંગ છેતરપીંડીના કેસો પણ ઝડપથી વધ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, ર૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં ૪૧,૧૬૮ કરોડ રૂપિયાની બેંકીંગ છેતરપિંડી થઇ હતી. જયારે ર૦૧૮-૧૯માં આવા છેતરપીંડીના કેસ ૭૪ ટકા વધ્યા હતા અને તે ૭૧પ૪૩ કરોડે પહોંચી હતી. આરબીઆઇના રિપોર્ટમાં સામેલ બધી છેતરપીંડી ૧ લાખથતી વધારેની છે.

રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, ફુલ છેતરપીંડીની રકમમાં સરકારી બેંકોની રકમનો હિસ્સો ૯૦ ટકા છે. જયારે સંખ્યાના આધારે આ ભાગીદારી પપ ટકા છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારી બેંકોમાં છેતરપીંડીના કેસોમાં ઝડપભેર વધારો થયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન ૯પ૭૬૦ કરોડ રૂપિયાની બેકીંગ છેતરપીંડી થઇ જે ગયા વર્ષમાં ૬૪પ૦૯ કરોડ રૂીપયાની હતી. રિપોર્ટ અનુસાર, નોટબંધી પછી બોગસ નોટોનું ચલણ ઝડપથી વધ્યું છે. જેમાં સૌથી મોટી ભાગીદારી ર૦૦૦ ની નોટની છે ત્યારે પછીના ક્રમે પ૦૦ની નોટ આવે છે.  રિપોર્ટ પ્રમાણે દર દસ લાખ વ્યકિતએ આર્થિક ગુનાઓનો દર મુંબઇમાં ર૪ર, દિલ્હીમાં ર૯પ, કલકતામાં ૧પ૬, બેંગલોરમાં ૪૦૭, જયપુરમાં ૧૪૦પ, કાનપુરમાં ર૬ર, લખનૌમાં ૬પ૦ અને ગાજીયાબાદમાં ર૦૧ રહ્યો હતો.

(11:35 am IST)