Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

GSTના ચારને બદલે ત્રણ સ્લેબ? અનેક ચીજો મોંઘી થશે

GSTના પ%, ૧ર%, ૧૮%, અને ર૮%ના સ્લેબને બદલે ૮%, ૧૮%, અને ર૮%, એમ ત્રણ સ્લેબ રાખવા વિચારણા : મોબાઇલ, પીઝા, એર ટ્રાવેલ, એસી, રેલ્વે મુસાફરી, ક્રુઝ, પેઇન્ટીંગ, બ્રાન્ડેડ ગારમેન્ટ, ફાઇન ફેબ્રીકસ મોંઘા થશેઃ ૧૮મીએ નિર્ણય

નવી દિલ્હી તા. ૧૧ :.. જીએસટીની આવકની મંદ ગતિને ઝડપ આપવા માટે હાલના દરોમાં સુધારા બાબતે વિચારણાની પ્રક્રિયા ઝડપી બની છે. ગઇકાલે આ બાબત માટે રચાયેલ કેન્દ્ર અને રાજયોના અધિકારીઓની એક સમિતિની મીટીંગ થઇ હતી જેમાં વિભીન્ન વિકલ્પો પર વિચાર કરાયો. હજુ સમિતિએ પોતાની ભલામણોને અંતિમ રૂપ નથી આપ્યુ પણ જે વિકલ્પો પર વિચાર કરાયો તેમાં તમાકુ ઉત્પાદનો પર સેસના દરોમાં વધારો કરવાનું સુચન પણ સામેલ છે.

સુત્રો અનુસાર મીટીંગમાં ઘણા વિકલ્પો પર વિચારણા થઇ તેમાં એક વિકલ્પ જીએસટીના પાંચ ટકાના દરને વધારીને આઠ ટકા અને ૧ર ટકાના દરને વધારીને ૧પ ટકા કરવાનું સુચન પણ સામેલ છે. આ ઉપરાંત એક સુચન એવુ પણ હતું કે જીએસટીના  દરો બે સ્લેબમાં ૧૦ અને ર૦ ટકાના કરવા. મીટીંગમાં એક વિકલ્પ પાંચ ટકાના દરને છ ટકા કરવાનો પણ આવ્યો હતો. એક સુચન એવું પણ આવ્યું કે ગ્રાહકોને ખરીદી વખતે રસીદ લેવા માટે પ્રોત્સાહીત કરવા માટે લોટરી સીસ્ટમ શરૂ કરવામાં આવે.

અધિકારીઓની આ સમિતિ પોતાનો રિપોર્ટ જલ્દી રેવન્યુ સચિવને સોંપશે. ત્યાર પછી વિચાર વિમર્શ, ફીટમેટ અને લો કમીટીની ભલામણો સાથે તે જીએસટી કાઉન્સીલ પાસે જશે. આ પછી અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સીલ દ્વારા લેવાશે.

નાણા રાજય પ્રધાન અનુરાગ ઠાકુરે રાજયસભામાં ડાયરેકટ ટેક્ષ અંગેના જે આંકડાઓ આપ્યા છે તેના અનુસાર, એપ્રિલથી નવેમ્બર ર૦૧૯ દરમ્યાન કુલ પ્રત્યણ કરની આવક પ,પ૬,૪૯૦ કરોડની હતી, જયારે ગયા વર્ષે એ જ સમયગાળામાં આ આંકડો  પ,૪૭,૭૧૧ કરોડ રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં વ્યકિતગત આવક વેરા માટે પ,પ૯,૦૦૦ કરોડ અને કોર્પોરેટર ટેક્ષ માટે ૭,૬૬,૦૦૦ કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

મોબાઇલ ફોન, પીઝા, એર ટ્રાવેલ, એસી, રેલ્વે મુસાફરી, ક્રુઝ, ઉચ્ચ ભાડાનો હોસ્પીટલનો રૂમ, પેઇન્ટીંગ, બ્રાન્ડેડ ગારમેન્ટ, ફાઇન ફેબ્રીકસા જીએસટીના દરમાં વધારો થશે.

હાલના પ, ૧ર, ૧૮ અને ર૮ ટકાને કાઢી ૮, ૧૮, અન ર૮ ટકાના ૩ સ્લેબ કરાય તેવી શકયતા છે. આનાથી સરકારની આવક વધશે.

૧૮ મીએ જીએસટી કાઉન્સીલની બેઠક મળવાની છે.

(11:27 am IST)