Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં રજુ કર્યું નાગરિકતા બિલઃ ઉગ્ર ચર્ચા

દેશનાં મુસ્લિમો ભારતીય છે અને રહેશે

ભાજપ લોકસભાની જેમ રાજ્યસભામાં પણ આ બિલ પસાર કરાવવા મક્કમ : મુસ્લિમો અફવા પર ધ્યાન ન દયેઃ શાહ

નવી દિલ્હી,તા.૧૧: રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતશાહે આજે નાગરિકતા સંશોધન બિલને રજુ કરીને વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો તેઓએ કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ સાથે કરોડો લોકોની આશા જોડાયેલી છે. આ બિલની જોગવાઇથી ધર્મના આધાર પર પીડિત લોકોને નાગરિકતા મળશે.

તેઓએ વિપક્ષ પર હુમલો કરીને કહ્યું કે અમે વિશ્વભરના મુસલમાનોને નાગરિકતા નથી આપી શકતા તે ફકત ત્રણ દેશોના અલ્પસંખ્યકો માટે છે. આ બિલના માધ્યમથી અમે પાડોશસ દેશોમાંથી આવેલા ધાર્મિક અલ્પસંખ્યકોને સંરક્ષણ અપાશે.

૧૯૮૫માં અસમ કરાર થયા રાજ્યની સ્વદેશી સંસ્કૃતિની રક્ષા માટે ખંડ ૬ માં જોગાવાઇ છે હું આશ્વસ્ત કરવા માગું છુ કે ખંડ છની નિગરાની માટે સમિતિના માધ્યમથી સબકા સાથ સબકા વિકાસના આધાર પર તે સરકાર ચાલવાની છે.

અમિત શાહે કહ્યું કે ભારતના કોઇ પણ મુસલમાનો આ વિધયકના કારણે ચિંતા કરવાની આવશ્યકતા નથી. જો કોઇ તમને ડરાવાના પ્રયત્ન કરે તો ડરશો નહીં. નરેન્દ્રભાઇ મોદી સંવિધાનના જણાવ્યા મુજબ કામ કરી રહી છે. જ્યાં અલ્પસંખ્યકોની સંપૂર્ણ સુરક્ષા મળશે.

બીજેપીએ ઘોષણપત્રમાં આ બિલની ઘોષણા કરી હતી. અમે ચુંટણી પહેલા જ આ ઇરાદો દેશની પ્રજાની સામે રાખ્યો હતો. જેને દેશની પ્રજાએ જનસમર્થન આપ્યું છે. લોકતંત્રની અંદર જનાદેશથી મોટો આદેશ કોઇ હોય શકે નહીં. સાથે અમે પૂર્વોતર રાજ્યોમાં આ દરેક આશંકાઓને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરશે. જેને આ બિલ અંગે ઉઠાવી છે.

કોંગ્રેસના વિરષ્ઠ નેતા આનંદશમાંએ કહ્યું કે અમિત શાહે ઇતિહાસ લખવાનો કોઇને પ્રોજેકટ આપ્યો છે તો કૃપા કરીને એવું ના કરે ઔપચારિક રશિયાથી સાવરકરે ઘોષણા કરી હતી. કે જિન્નાના ટુ નેશન થિઅરીથી મને કોઇ આપતિ નથી. આ કોંગ્રેસ આપી ન હોતી.

કોંગ્રેસ નાગરિકતા સંશોધન બિલને રાજ્યસભામાં પણ વિરોધ કર્યો. આનંદ શર્માએ કહ્યું કે આ વિધેયકને પસાર કરવા અંગે સરકારને આટલી ઉતાવળ છે. તેના વિરોધનું કારણ રાજનૈતિક નથી નાગરિકતાનો મતલબ ભૂગોળથી નહીં. પરંતુ જન્સથી થાય છે. આ સંવિધાની નીંવ હુમલો છે. ઇતિહાસ સાથે છેડછાડ અન્યાય થશે વિભાજનની પીડા સૌને છે. કોંગ્રેસ પર વિભાજનના આરોપ લગાવામાં આવ્યા છે.

આ ખરડાને લોકસભા ગૃહમાં ૩૧૧-૮૨ મતોના માર્જિનથી પાસ કરાવવામાં શાહ સફળ થયા છે. ત્યાં શાસક ભાજપની સ્પષ્ટ બહુમતી છે, પરંતુ રાજયસભામાં એની પાસે બહુમતી નથી.

તેમ છતાં રાજયસભામાં પણ આસાનીથી પાસ કરાવી શકવાની ભાજપને આશા છે.

રાજયસભામાં હાલ ૨૩૯ સભ્યો છે. એમાં ભાજપના ૮૩ સભ્યો છે. અન્ય સાથી પક્ષોના મળીને એનડીએ ગ્રુપની સભ્ય સંખ્યા ૧૦૫ થવા જાય છે. ખરડો પાસ કરાવવા માટે ૧૨૦ના આંકડો મેળવવો પડે. ભાજપને જેનો સાથ મળવાની ખાતરી છે એમાં જનતા દળ યુનાઈટેડના ૬, શિરોમણી અકાલી દળના ૩, એલજેપી અને આરપીઆઈ (આઠવલે)ના ૧-૧ તથા ૧૧ નામાંકિત સંસદભ્યોનો સમાવેશ થાય છે.

(3:30 pm IST)