Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કાશ્મીર સજ્જડ બંધ રહ્યું : ગુમ થયેલા હજારો લોકોની આજે પણ જોવાતી રાહ

કોઈ પુત્રો, કેટલાક ભાઈઓ અને કેટલાક પતિની શોધમાં રડી રહ્યાં છે

 જમ્મુ : મંગળવારે કાશ્મીર ખીણમાં માનવ અધિકાર દિવસ પર અલગાવવાદી બંધની નોંધપાત્ર અસર જોવા મળી હતી. સામાન્ય જીવનને અસર થઈ હતી . તમામ દુકાન અને વ્યવસાયિક મથકો બંધ રહ્યા હતા. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્રે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જો કે બપોર સુધી વાદીની સ્થિતિ લગભગ શાંત અને સામાન્ય રહી હતી.

આ બંધને કટ્ટરવાદી સઈદ અલી શાહ ગિલાની દ્વારા કાશ્મીરમાં માનવાધિકારના ભંગનો આરોપ લગાવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, આજે માનવાધિકાર દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવી રહી છે. ગિલાનીએ લોકોને બંધને સફળ હાકલ કરવાની અપીલ કરી હતી, તેમણે કહ્યું કે આજે કાશ્મીરમાં જે પ્રકારે વહીવટી પાબંધીના નામે સામાન્ય લોકોના અધિકારનું હનન કરાઈ છે વિશ્વનું ધ્યાન ખેંચવા વેપારીઓ પોતાના કારોબાર બંધ રાખીને આ બંધમાં જોડાઈને હડતાળને સફળ બનાવજો ગિલાનીએ બંધનું આહવાન બે દિવસ પહેલા કર્યું હતું

એ વાત સાચી છે કે હ્યુમન રાઇટ્સ ડે પર, માતા, બહેનો અને પત્નીઓની પીડાદાયક પીડા, જેમના પુત્રો, ભાઈઓ અને પતિ દ્યણા વર્ષોથી ગુમ છે, તેઓ આજદિન સુધી તેમના વિશે કોઈ માહિતી શોધી શકયા નથી. તેઓ જીવંત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તેમની તરફ કોઈ માહિતી મળી નથી.

તાજ બેગમ જ લો. હવે તે અધિકારીઓને વિનંતી કરે છે કે તેના પુત્રનો મૃતદેહ તેને આપવામાં આવે જેથી તે તેને ધાર્મિક વિધિથી દફનાવી શકે. કેટલા વર્ષો પહેલા તેમના પુત્ર મુખ્તાર અહમદ બેગને સુરક્ષા દળોએ રાતના અંધારામાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં અટકાયત કરી હતી, હવે તાજ બેગમને કંઇ યાદ નથી આવતું કારણ કે તે અંતર્ગત સ્થિતિમાં છે.

કાશ્મીરમાં તાજ બેગમ એકમાત્ર કેસ નથી જે ઘણા વર્ષોથી તેમના પુત્રની શોધમાં હતો, પરંતુ હજારો માતાઓ તેમના પુત્રોની શોધમાં છે.ઙ્ગ હજારો બહેનોની નજર તેમના ભાઈઓની શોધમાં છે અને હજારો પત્નીઓ તેમના પતિની શોધમાં રડી રહી છે.

(11:23 am IST)