Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મહિલાનો આક્ષેપઃ ચાર વર્ષની હતી ત્યારથી મામા રેપ કરતા હતાઃ ૩ વાર ગર્ભપાત કરાવ્યો

દિલ્હીની એક મહિલાએ કહ્યું કે વર્ષ ૧૯૮૧માં પહેલી વાર તેની સાથે દુષ્કર્મ થયું હતું, દેશ મહિલાઓની અસુરક્ષાથી શર્મશાર

નવી દિલ્હી, તા.૧૧: ચાર વર્ષની ઉંમરથી મામાના હાથે સતત દુષ્કર્મનો ભોગ બનેલી અને ત્યારબાદ અનેક વાર ગર્ભપાત કરાવવો પડયો. આખરે ૪૦ વર્ષની એક મહિલા નરાધમને કોર્ટમાં અપરાધીના કઠદ્યરામાં ઉભો કરવામાં સફળ રહી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે જયારે તે ચાર વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર કરવામાં આવતો હતો. તે ૧૦માં ધોરણમાં પહોંચી ત્યાં સુધીમાં તેનો ત્રણ વાર ગર્ભપાત થઈ ગયો હતો.

નવી દિલ્હીની એક કોર્ટમાં ન્યાયાધીશ ઉમેદસિંહે આરોપીની વિરુદ્ઘ આરોપ નક્કી કર્યો અને કહ્યું કે પ્રથમ દૃષ્ટીએ આ ભારતીય દંડ સંહિતા મુજબ બળાત્કાર અને બળજબરીપૂર્ક સંબંધ બાધવાનો ગુનો બને છે. આરોપી પીડિતાની દૂર બહેનનો પતિ છે.

પીડીતાએ વર્ષ ૨૦૧૬માં કેસ નોંધાવ્યો હતો. તેણે કોર્ટને જણાવ્યું કે વર્ષ ૧૯૮૧માં તેના પર પહેલી વાર રેપ થયો હતો. તે ૧૦માં ધોરણમાં પહોંચી ત્યા સુધી તેના પર રેપ કરવામાં આવ્યો હતો. જયારે વર્ષ ૨૦૧૪માં આરોપીના છુટાછેડા થઈ ગયા ત્યારબાદ આરોપી તેને સેકસ માટે દબાણ કરતો હતો.

પીડિતાએ જણાવ્યું કે આરોપી કે જે તેના મામા છે તેની હરકતો વિશે તેણે પરિવારને જણાવ્યું હતું. જોકે, કોઈએ મદદ કરી નહોતી. પરિવારે પીડિતાને ઠપકો આપીને જણાવ્યું હતું કે આ વાત કોઈની સાથે કરવી નહીં. પીડિતાએ ત્યારબાદ તેની પિતરાઈ બહેનનું લગ્ન આરોપી સાથે થયું હતું

પીડિતાએ તેની ફરિયાદમાં નોંધ્યું છે કે વર્ષ ૨૦૧૬માં તેને પોતાની માતાના અંતિમ સંસ્કરામાં શામેલ થવા દીધી નહોતી. આરોપીએ તેને કહ્યું હતું કે જો તે તેની માંગ સ્વીકારે તો જ તેને માતાના અંતિમ દર્શન કરવા  દેશે. મહિલાએ જણાવ્યું કે આરોપી અને તેના દીકરા તેમજ અન્ય સગાવ્હાલાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(10:11 am IST)