Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ઉન્નાવ બળાત્કાર કેસ : ભાજપ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને સજા થશે કે કેમ ? 16મીએ કોર્ટ આપશે ચુકાદો

આરોપી કુલદીપસિંહ સેંગર હાલમાં તિહાર જેલમાં બંધ

નવી દિલ્હી : દેશભરની જેના પર નજર છે અને ભૂતકાળમાં ખુબ ચર્ચામાં રહેલો તો સાથે સાથે બળાત્કારની પીડિતાને એક્સિડન્ટથી મારવાની કોશિશનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તે, ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી કોર્ટે  પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો

 . હાઇપ્રોફાઇલ ગણાતા આ કેસમાં કોર્ટ હવે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને સજા કરશે કે નહીં તે અંગે 16 ડિસેમ્બરે ચુકાદો આપશે.

   ઉન્નાવ બળાત્કાર કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર હાલમાં તિહાર જેલમાં બંધ છે. દિલ્હીની ટીસ હજારી કોર્ટે 2017માં જ હાંકી કાઢેલા ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ ઉન્નાવમાં એક સગીર બાળકીના બળાત્કાર કેસમાં ઓગસ્ટમાં આરોપો નક્કી કર્યા હતા. સગીર બાળકીના અપહરણના કેસમાં જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સેંગરના ભાગીદાર શશી સિંહ સામે પણ આરોપો ઘડ્યા હતા.

ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી (ગુનાહિત કાવતરું), 363 (અપહરણ), 366 (લગ્ન માટે સ્ત્રીનું અપહરણ અને દબાણ કરવા), 376 (બળાત્કાર) અને બાળ જાતીય ગુનાઓ સંરક્ષણ અધિનિયમ (પીઓસીએસઓ) ની સંબંધિત કલમો હેઠળ આરોપો ઘડાયા છે.

 
(12:00 am IST)