Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

મધ્યપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્શ વાંકાનેરથી ઝડપાયો

ઢુવા ખાતેની સનરાઈઝ સિરામિક ફેકટરીમાં રહેતા આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપી દેવાયો

 

મધ્યપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરીને એક શખ્શ વાંકાનેર નજીકની સિરામિક ફેકટરીમાં રહેતો હોય તેવી માહિતીને આધારે પોલીસે આરોપીને ઝડપી લઈને મધ્યપ્રદેશ પોલીસને સોપવામાં આવેલ છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ બહારના રાજ્યની પોલીસ તપાસમાં આવે જેને જરૂરી સહાયતા આપવાની સુચનાને પગલે મધ્યપ્રદેશના જાવર પોલીસ સ્ટેશનની પોલીસ અપહરણના આરોપીને ઝડપી લેવા આવતા આરોપી રાહુલ કાન્તીભાઈ બારૈયા કોળી (..૨૦) રહે હાલ સનરાઈઝ સિરામિક ઢુવા વાળો સગીરાનું અપહરણ કરી ઢુવા ખાતેની સનરાઈઝ સિરામિક ફેકટરીમાં રહેતો હોય

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે આરોપી અને ભોગ બનનારની તપાસ કરતા બંને મળી આવતા મધ્યપ્રદેશના જાવર પોલીસમથકની ટીમને સોપવામાં આવેલ છે

(1:28 am IST)
  • સુરત લાંચ કેસમાં સંડોવાતા કોંગ્રેસનાં ૨ હોદેદારો બરતરફ access_time 3:24 pm IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • અમેરિકાના જર્સી શહેરમાં ગોળીબાર ચાલુ : ઇમર્જન્સી એલર્ટ : બે ઓફિસરો ઘવાયાંના અહેવાલ :ન્યુ જર્સીમાં એક્ટિવ શૂટર સિચ્યુએશન : લોન્ગ ગન સાથે એક શખ્શ ફાયરિંગ કરી રહયો છે ન્યૂજર્સીના greenvilla વિસ્તારમાં 12 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે : ત્રીસેક મિનિટ પહેલાની ઘટના access_time 12:33 am IST