Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

યુ.એસ.ના બિઝનેસમેન ૬૧ વર્ષીય રાજેન્દ્ર કાકરિયા અને તેના સહાયક ૪૪ વર્ષીય રાકેશ શેઠી જામીન ઉપર મુકતઃ ૨૦૧૫ થી ૨૦૧૬ની સાલ વચ્ચેના ગાળામાં બેંક સાથે ૧૭ મિલીઅન ડોલરનો ફ્રોડ કર્યાનો આરોપ

ન્યુજર્સીઃ યુ.એસ.ના બર્ગન કાઉન્ટીની આરસ અને ગ્રેનાઇટના જથ્થાબંધ વ્યવસાય સાથે સંકળાયેલી પૂર્વ કંપની લોટસ એકિઝમ ઇન્ટરનેશનલના પ્રેસિડન્ટ ટેનાફલીના ૬૧ વર્ષીય રાજેન્દ્ર કાંકરિયા અને તેના CFO ૪૪ વર્ષીય રાકેશ શેઠીને બેંક સાથે ૧૭ મિલીઅન ડોલરનું કૌભાંડ આચરવાના  કેસમાં નેવાર્કના યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટ જજએ બન્નેને પાંચ પાંચ લાખ ડોલરના પ્રોપર્ટી બોન્ડ ઉપર જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે.

આ બન્નેએ સાથે મળી ૨૦૧૫ની સાલના અંતથી ૨૦૧૬ની સાલના શરૃઆતના ગાળામાં બેંક સાથે છેતરપીંડી કર્યાનો આરોપ છે. જે મુજબ તેમણે બેંકમાંથી લીધેલી ક્રેડીટના બદલામાં આપેલી સિકયુરીટી અપૂરતી હોવાથી બનાવટી ગ્રાહકોના ઇમેલ આઇ ડી બનાવી બેંકની ઇન્કવાયરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જે FBIની તપાસમાં બહાર આવતા બન્ને ઉપર બેંક સાથે ઉપરોકત ફ્રોડ કરવાનો આરોપ લગાવાયો છે. તેવું જાણવા મળે છે.

(Dailyvoice.com માંથી સાભાર)

(10:05 pm IST)