Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કોંગ્રેસની જીતમાં ચાર ગુજરાતીઓએ ચાવીરૂપ ભૂમિકા નિભાવી : સુપેરે સંભાળી ખુબ જ મહત્વની જવાબદારી

નવી દિલ્હી ;આજે દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાં ત્રણ રાજ્યોમાં ભાજપને પછડાટ લાગી છે તેના હાથમાંથી સતા છીનવાઈ છે

પાંચમાંથી રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તારૂઢ થવા જઇ રહી છે. ભાજપના કોંગ્રેસમુક્ત ભારતનું સપનું તૂટી ગયું છે. દેશભરના કોંગ્રેસ નેતાઓથી લઇને કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યાં છે,ત્યારે કોંગ્રેસની જીતમાં ગુજરાતી આગેવાનોએ મહત્વનો રોલ નિભાવ્યો છે.
   ગુજરાતમાં ગત વિધાનસભામાં ભલે કોંગ્રેસ સત્તા પર ન આવી શકી પરંતુ બેઠી જરૂર થઇ હતી. પાડોશી રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસને દેશમાં ફરી બેઠી કરવા પાછળ કેટલાક ગુજરાતીઓએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.મધ્યપ્રદેશના પ્રભારી તરીકે ગુજરાતી દિપક બાબરિયાએ જવાબદારી સંભાળી હતી.જયારે મધ્યપ્રદેશમાં સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન તરીકે મધુસુદન મિસ્ત્રીની નિયુક્તિ કરાઇ હતી. આ સિવાય રાજસ્થાન માઇનોરિટી સેલના ચેરમેન તરીકે ગુજરાતના બદરુદ્દીન શેખને જવાબદારી સોંપવામાં આવી હતી

   ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને તમામ પાંચેય રાજ્યની ચૂંટણીના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી.ગુજરાતમાં કોંગ્રેસને જીત માટે હાથવેંત છેટું રહ્યું હોય પરંતુ ફરી સાબિત થયું છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ જરૂર પડ્યે પાર્ટી પ્રત્યે મહત્વનો રોલ નિભાવી શકે છે. હવે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાતના નેતાઓ હાઇકમાન્ડમાં યોગદાન આપી શકે છે.

(10:39 pm IST)
  • રાજસ્થાનમાં કોંગ્રેસે અપક્ષોનો સાથ માંગ્યો : રાજસ્થાન કોંગ્રેસના ગેહલોતે કહયું છે કે રાજસ્થાનમાં જનાદેશ કોંગ્રેસ સાથે છે તો પણ કોંગ્રેસ અપક્ષોનો સાથ-સહકાર માંગે છે. આમ રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર બનાવવા તૈયારી શરૃ કરી છે. પુર્વ મુ. મંત્રી અશોક ગેહલોતે કહયું છે કે ભાજપે મુદા વિના જ ચુંટણી લડી છે અમને પુર્ણ બહુમતી મળશે તો પણ અપક્ષ ઉમેદવારોનુ કોંગ્રેસમાં સ્વાગત થશે તેમ ગેહલોતે કહયું છે access_time 3:57 pm IST

  • તા.૧૫-૧૬ના તામિલનાડુ અને ચેન્નાઈમાં વરસાદની આગાહી : આંધ્રપ્રદેશના દક્ષિણના કાંઠે ચેન્નાઈ અને તામિલનાડુના ઉત્તરકાંઠે તથા ચેન્નાઈ સહિત દક્ષિણના કાંઠાના વિસ્તારોમાં તા.૧૫,૧૬ ડિસેમ્બરના ભારે વરસાદની હવામાનની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરાઈ છે access_time 11:55 am IST

  • કમલનાથને રાજ્યપાલ આનંદીબેન પટેલનો જવાબ ;ચૂંટણી આયોગની ફાઇનલ જાહેરાતની રાહ જોઇશ : મધ્યપ્રદેશના કોંગ્રેસ નેતા કમલનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને મળવા માટે સમય માંગ્યો હતો :પત્રમાં કહેવાયું હતું કે સૌથી મોટી પાર્ટી છે અને તેની પાસે બહુમતનું સમર્થન છે : તે સરકાર બનાવવા દાવો રજુ કરવા ઈચ્છે છે : આ અંગે રાજ્યપાલે નિષ્ણાંતો સાથે વાત કરીં અને આ નિર્ણ્ય લીધો છે કે તેણી પરિણામ માટે ચૂંટણી આયોહન ફાઇનલ જાહેરાતની રાહ જોશે access_time 1:08 am IST