Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

2019માં ભાજપ માટે જીતવું મુશ્કેલ:વિપક્ષોએ એક થઈને લડવું પડશે :રાહુલ ગાંધી

પીએમ મોદી વચન પુરા કરી શકયા નથી :યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફ્ળ

રાહુલ ગાંધીએ ફરી એક વખત વિરોધ પક્ષની એક્તાનો દાવો કર્યો અને જણાવ્યું કે, ભાજપને હરાવા માટે વિરોધ પક્ષોએ એક્ઠા થઈને લડવું પડશે. રાહુલે જણાવ્યું કે, 2019માં ભાજપ માટે જીતવું મુશ્કેલ હશે. રાહુલ ગાંધીએ આ પ્રસંગે પીએમ મોદી પર વચન ન પૂરા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પીએમ મોદી યુવાનોને રોજગાર આપી શક્યા નથી. 

   અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં લોકસભાની ચૂંટણી આવવાની છે. વર્તમાન પાંચ રાજ્યોની ચૂંટણીને સામાન્ય ચૂંટણીની સેમિફાઈનલ ગણવામાં આવતી હતી. તેમાં છેલ્લા 15 વર્ષથી જે બે રાજ્ય છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં હતી ત્યાંથી તેને સત્તા ગુમાવવી પડી એવો અત્યારે પરિણામનો ટ્રેન્ડ જણાવી રહ્યો છે.

(10:13 pm IST)