Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ફરી એકવાર મિઝોરમ વિધાનસભામાં હશે બધા જ પુરુષો!

ચૂંટણીમાં 16 મહિલાઓ મેદાનમાં ઉતરી પરંતુ એકપણ જીતી ન શકી: એમએનએફે કોઈપણ મહિલાને ટિકિટ નહોતી આપી

નવી દિલ્હીઃ પછલા 10 વર્ષથી મિઝોરમની કમાન સંભાળી રહેલ કોંગ્રેસને મિઝો નેશનલ ફ્રન્ટે વિધાનસભા 2018ની ચૂંટણીમાં માત આપી દીધી છે. 10 વર્ષ બાદ એમએનએફ એકવાર ફરી સત્તામાં પરત ફરવા માટે તૈયાર છે, સરકાર ભલે બદલી જાય પણ મિઝોરમમાં એક વસ્તુ એવી છે જે પહેલા જેવી જ રહેશે. આ વખતે પણ મિઝોરમ વિધાનસભામાં એકપણ મહિલા નથી. આ વિધાનસભા ચૂંટણીમાં કુલ 16 મહિલાઓ મેદાનમાં ઉતરી હતી જેમાંથી એકપણ જીતી ન શકી. પ્રદેશમાં સૌથી વધુ સીટ લાવનાર એમએનએફે કોઈપણ મહિલાને ટિકિટ નહોતી આપી.

 આ પહેલા 2013 વિધાનસભા ચૂંટણીમાં પણ કોઈ મહિલા ધારાસભ્ય નહોતી બની શકી. જો કે 2014 બાઈપોલમાં કોંગ્રેસે બે મહિલાઓને આપી હતી અને તેમણે જીત પણ નોંધાવી હતી. કોંગ્રેસ સરકારે એમને મંત્રી બનાવ્યાં હતાં. પ્રદેશમાં 27 વર્ષ બાદ ધારાસભ્ય અને મંત્રી બનનાર પહેલી મહિલા હતી. જે પહેલા 1987માં મંત્રી બની હતી. મિઝોરમ વિધાનસભામાં અત્યાર સુધી માત્ર ચાર મહિલા ધારાસભ્ય રહી છે.

(9:47 pm IST)