Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ બદલ જેલસજા ભોગવી રહેલો ભારતનો એન્જીનીયર યુવાન હમીદ અનસારીઃ ૧૫ ડિસેં.૨૦૧૮ના રોજ ૩ વર્ષની સજાની મુદત પૂરી થતી હોવાથી તૂરંત છોડી મુકવા પાકિસ્તાન ઇન્ડિયા પિપલ્સ ફોરમની સત્તાવાળાઓ સમક્ષ રજુઆત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ બદલ જેલસજા ભોગવી રહેલા ભારતના મુંબઇના એન્જીનીયર યુવાન હમીદ અનસારીને તેની સજા ૧૫ ડીસેં. ૨૦૧૮ના રોજ પૂરી થતી હોવાથી તે દિવસે જ મુકત કરી દઇ ભારતીય દૂતાવાસને સોંપી દેવા પાકિસ્તાન સ્થિત પાકિસ્તાન ઇન્ડિયા પીપલ્સ ફોરમે સત્તાવાળાઓ તથા પ્રાઇમ મિનીસ્ટર ઇમરાનખાનને રજુઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ ભારતીય એન્જીનીયરે અજ્ઞાનતા વશ પાકિસ્તાન સરહદમાં પ્રવેશ કરી લીધો હતો. જે પોતાની પ્રેમિકાને મળવા નવેં.૨૦૧૨માં ખૈબર પખ્તુનિસ્તાનમાં પ્રવેશ્યો હતો. તેને ૧૫ ડિસેં.૨૦૧૫ના રોજ ૩ વર્ષની જેલસજા ફરમાવાઇ હતી. જે ૧૫ ડિસેં.૨૦૧૮ના રોજ પૂરી થતી હોવાથી ૧૬ ડિસેં.ના રોજ મુકત કરી દેવો જોઇએ. તેવી રજુઆત કરી બંને દેશો વચ્ચે સુદૃઢ સંબંધો બાંધવાની પહેલ કરવા જણાવાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:29 pm IST)