Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ : શું અખિલેશ અને માયાવતીના હાથમાં આવશે MPની ચાવી?

મતગણતરી ચાલુ છે ત્યારે શરૃઆતી વલણમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલુ છે

નવી દિલ્હી તા. ૧૧ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૧૮ની મતગણતરી ચાલું છે ત્યારે શરૃઆતી વલણમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલું છે. ચૂંટણી પંચ પ્રમાણે ગણતરી થઇ ગયેલા મતોમાંથી બંને પાર્ટીઓના ભાગમાં અત્યાર સુધી ૪૧-૪૧ ટકા મત આવ્યા છે. મધ્ય પ્રદેશમાં બહુમત માટે ૧૧૬નો જાદુઇ આંકડો મળવો જોઇએ. જોકે, અત્યારે બંને પક્ષો ૧૧૦નો આસપાસ નજર આવી રહી છે. જયારે બાકીની સીટો ઉપર બસપા અને સપાના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. તેમના હાથમાં સત્તાની ચાવી નજર આવી રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે ચાર સીટો ઉપર બસપા જયારે ૨ સીટો ઉપર સપા આગળ ચાલી રહી છે. આ ઉપરાંત ૧ સીટો ઉપર ગોંડવાના ગણતંત્ર પાર્ટી આગળ છે.

માત્ર ભોપાલને છોડીએ તો બાકીના દરેક બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ આગળ વધી રહી છે. માત્ર ભોપાલની ૩૬ સીટોમાંથી ૨૧ ઉપર બીજેપી અને ૧૪ ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. મહાકૌશલની ૩૮ સીટોની વાત કરીએ તો ૨૦ ઉપરકોંગ્રેસ અને ૧૬ ઉપર ભાજપ આગળ વધી રહી છે. વિધ્યની ૩૦ બેઠકોમાંથી ૧૩ ઉપર કોંગ્રેસ અને ૧૧ ઉપર બીજેપી, બુંદેલખંડની ૨૬ સીટોમાંથી ૧૩ ઉપર કોંગ્રેસ અને ૧૨ ઉપર બીજેપી જયારે ગ્વાલિયર-ચંબલની ૩૪ સીટોમાંથી ૧૭ સીટો ઉપર કોંગ્રેસ જયારે ૧૩ સીટો ઉપર ભાજપ આગળ છે. આ બધા વિસ્તારોમાં ૧૫ સીટો ઉપર અન્ય દળો આગળ ચાલી રહ્યા છે.

શરૃઆતી રૃઝાનમાં ભલે બીજેપી આગળ ચાલી રહી હતી પરંતુ ૧૧ વાગ્યા પછી કોંગ્રેસ તેનાથી ખુબજ આગળ નીકળી ગઇ હતી. રૃઝાનો પ્રમાણે રાજસ્થાન અને છત્તીસગઢ બીજેપીના હાથમાંથી સરકતું નજર આવી રહ્યું છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની ૨૩૦ સીટોમાંથી ૩૫ સીટો અનુસૂચિત જાતી જયારે ૪૭ સીટો ઉપર અનુસુચિત જનજાતી માટે રિઝર્વ છે.

મધ્ય પ્રદેશમાં આવખતે બીજેપીએ ૨૩૦ સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસે ૨૨૯ સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. એક સીટ પોતાના સહયોગી શરદ યાદવના લોકતાંત્રિક જનતા દળ માટે છોડી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી ૨૦૮ સીટો ઉપર ચૂંટણી લડી હતી. બહુજન સમાજ પાર્ટી (બસપા) ૨૨૭ અને સમાજવાદી પાર્ટી (સપા) ૫૨ બેઠકો ઉપર મેદાનમાં છે.

(4:01 pm IST)