Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સત્તા પરિવર્તન લહેરમાં કોઇ બચી ન શકયું : ૨૦૧૪નું થયું પુનરાવર્તન

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ઇલેકશનમાં બીજેપીની હાર અને મિઝોરમમાં કોંગ્રેસની હાર થતી હાલ જોવા મળી છે

નવી દિલ્હી તા. ૧૧ : આજે પાંચ રાજયોની ચૂંટણીના જે પરિણામો સામે આવી રહ્યાં છે, તેનાથી ૨૦૧૪નું લોકસભાનું ઈલેકશન યાદ આવી ગયું. ૨૦૧૪જ્રાક્નત્ન સત્તા વિરોધી લહેર જોવા મળી હતી. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ઈલેકશનમાં બીજેપીની હાર અને મિઝોરમમાં કોંગ્રેસની હાર થતી હાલ જોવી મળી છે. જયારે કે તેલંગણામાં કેસીઆર પોતાની સત્તા બચાવી રાખવામાં સફળ થઈ છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપી ગત ૧૫ વર્ષથી સત્તામાં હતી. જયારે કે, રાજસ્થાનમાં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપે ૨૦૧૩જ્રાક્નત્ન વાપસી કરી હતી. પરંતુ પાંચ વર્ષમાં જ રાજસ્થાનના વોટર્સનો વસુંધરા રાજે તરફનો મિજાજ બદલાયો હતો, અને આજે તેઓ હાર તરફ સરકી રહ્યાં છે. તો બીજી તરફ બીજેપી શાસિત ત્રણ રાજયોમાં તેઓને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે, અને આ રાજયોમાં હવે કોંગ્રેસ સત્તા પર આવતી દેખાઈ રહી છે. આવું જ કંઈક ૨૦૧૪જ્રાક્નત્ન થયું હતું, લોકોએ તેને પણ સત્તા વિરોધી લહેર ગણાવી હતી.

૨૦૧૪જ્રાક્નત્ન શરૃ થઈ હતી સત્તા વિરોધી લહેર

ગત લોકસભા ઈલેકશનમાં મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારની વિરુદ્ઘ જબરદસ્ત સત્તા વિરોધી લહેર જોવા મળી હતી. ૨હ્વક સ્પેકટ્રમ, કોલસા બ્લોક ફાળવણી અને કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક કૌભાંડોને પગલે લોકોએ મનમોહન સિંહની વિરુદ્ઘ વોટ કર્યું હતું અને લોકોએ ભાજપના ખાતમાં વોટ આપ્યા હતા. આ જ કારણ હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીની સ્પષ્ટ બહુમતી મળી હતી, અને એનડીએના હાથમાં સરકાર સરકી હતી. લોકસભા ઈલેકશન બાદ પહેલી વિધાનસભા ચૂંટણી દિલ્હીમાં યોજાઈ હતી. રાજયની ૭૦ વિધાનસભા સીટમાંથી આમ આદમી પાર્ટીને ૬૭ સીટ મળી હતી. દિલ્હીના નાગરિકો બીજેપી અને કોંગ્રેસ બંનેની વિરુદ્ઘ જતા રહ્યા હતા. કોંગ્રેસ દિલ્હી ઈલેકશનમાં કોઈ પણ ખાતુ ખોલી શકી ન હતી. દેશના જે રાજયોમાં સત્તારુઢ દળની વિરુદ્ઘ જનાદેશ ગયું, તેમાં મોટાભાગના

(5:46 pm IST)