Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મધ્ય પ્રદેશમાં હોર્સ ટ્રેડિંગ થવાની ભીતિ :દિલ્હીમાં બંને પાર્ટીઓની વધી દોડધામ

કમલનાથને મળવા દિગ્ગવિજય પહોંચ્યા:

મધ્યપ્રદેશ વિધાનસભાની તમામ 230 બેઠકોની મતગણતરી શરૂ થઈ છે. રાજ્યના કુલ 2,899 ઉમેદવારના ભાગ્યનો નિર્ણય થશે.સવારથી કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં આગળ ચાલી રહી હતી. પરંતુ 10 વાગ્યાની સાથે મધ્ય પ્રદેશમાં મેદાની જંગમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. જેમાં તમામ રૂઝાનો આધારે ત્રિશંકુ થવાની શક્યતા દર્શાવાઈ છે

   આ તરફ કમલનાથને મળવા દિગ્ગવિજય પહોંચ્યા હતા. સાથે દિલ્હીમાં પણ દોડા-દોડી થઈ ચૂકી છે મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસે સરકાર બનાવવા માટે અપક્ષ ઉમેદવારોને પોતાના તરફ ખેંચવા પડી શકે છે

   દિગ્વીજયસિંહે આ બાબતે tweet કર્યું છે. અેમપીમાં હોર્સટ્રેડિંગ થાય તેવી પૂરી સંભાવના છે. હાલના રૂઝાનોમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેવી સંભાવના નથી. આ પ્રકારની સરકાર બને તો પણ એમપીમાં સરકારો વારંવાર બદલાય તો નવાઈ નહીં. 

(1:17 pm IST)