Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રાજસ્થાનમાં કોંગ્રેસમાં જશ્ન :વલણ નિહાળી કાર્યકરોમાં ભારે ઉત્સાહ

પાર્ટીએ અગાઉથી જ 200 કિલો લાડુ,મીઠાઈઓ અને અબીલ ગુલાલ સાથે કરી હતી તૈયારી

જયપુર :રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પરિણામના શરૂઆતી ટ્રેડ નિહાળી કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો છે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી હાલમાં આગળ ચાલી રહી છે.અને બહુમતીનો આંકડો પાર કરી ચુકી છે .

રાજ્યની પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા મોટી માત્રામાં મીઠાઈઓ, ફટાકડા, અબીલ અને ગુલાલનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૦૦ કિલો લાડુનો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો 

સાથે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પહેલાથી ઉજવણી કરવામાં આવી રહી છે.

(1:02 pm IST)