Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

''ઘમ્મરિયા રે લાલ ઘમ્મરિયા… દિયર અનિલ સાથે નીતા અંબાણી રમ્યા દાંડિયારાસ :ગુજ્જુ કલાકારોએ જમાવ્યો રંગ

પાર્થિવ ગોહિલ અને દર્શન રાવલે પણ સૂર રેલાવ્યા : આરાધ્યા પપ્પા અભિષેક સાથે ફૂલોની હોળી રમી

 

મુંબઈ :દેશના પ્રથમ દરજ્જાના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશાના 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે લગ્ન થવાના છે તે પહેલા ઉદયપુરમાં અંબાણી પરિવાર ધામધૂમથી પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું. અંબાણી પરિવારના પ્રસંગમાં બોલિવુડથી લઈને હોલિવુડના કલાકારોએ હાજરી આપી. આનંદ-ઈશાની સંગીત સેરેમનીમાં ઈન્ટરનેશનલ સ્ટાર બિયોન્સેએ પર્ફોર્મ કર્યું. તો ગુજરાતી કલાકારો પાર્થિવ ગોહિલ અને દર્શન રાવલે પણ સૂર રેલાવ્યા. દર્શનના ગીતો પર અંબાણી પરિવાર અને સેલેબ્સ ડાંડિયા રમ્યા હતા .

  ઉદયપુરમાં યોજાયેલા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ડાંડિયા પહેલા ફૂલોની હોળી રમવામાં આવી. દરમિયાન ગુજરાતના જાણીતા સિંગર પાર્થિવ ગોહિલે પર્ફોર્મ કર્યું.

  અંબાણી પરિવારના ફંકશનમાં નાનકડી આરાધ્યા પણ પપ્પા અભિષેક સાથે ફૂલોની હોળી રમતી જોવા મળી હતી

 અન્ય એક ગુજરાતી કલાકાર દર્શન રાવલે પણ ઉદયપુરમાં પોતાના તાલે અંબાણી પરિવારને અને સેલેબ્સને ડાંડિયા રમાડ્યા હતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે દિયર ભાભીની જોડી એટલે કે નીતા અને અનિલ અંબાણીઘમ્મરિયા રે લાલ ઘમ્મરિયા…’ ગીતના તાલે ડાંડિયા રમે છે.

(12:00 am IST)