Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ડીસેમ્‍બર ૨૦૧૭ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી પાંચ અઠવાડીયા આગળ વધી અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગની ફકત બીજી કેટેગરીજ ત્રણ અઠવાડીયા આગળ વધવા પામેલ છે જયારે ત્રીજી અને કુશળ કારીગરોની કેટેગરીઓ ચાલુ માસ દરમ્‍યાન એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી. આ વિભાગની ચોથી તેમજ ધાર્મિક વ્‍યક્‍તીઓની કેટેગરીઓમાં હાલમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારને અમેરીકા આવવાની શક્‍યતાઓ વર્તાઇ રહેલ છે પરંતુ તેણે ઇમીગ્રેશન ખાતાના હાલના કાયદાઓનું ચોક્કસ પણે પાલન કરવાનું રહેશે

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ડીસેમ્‍બર ૨૦૧૭ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોએ અમારા વાંચક વર્ગ માટે નીચે દર્શાવ્‍યા મુજબની પ્રસિધ્‍ધ કરેલ અને તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આંધારિત તમામ કેટેગરીઓ એકથી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે. જેમાં પહેલી કેટેગરી એક અઠવાડીયુ. કેટેગરી પાંચ અઠવાડીયા, રબી કેટેગરી એક અઠવાડીયુ, ત્રીજ કેટેગરી ત્રણ અઠવાડીયા અને છેલ્લે ચોથી કેચેગરી એક અઠવાડીયુ આગળ વધેલ છે.

વધારામાં રોજગાર આધારિત વિભાગમાં રજી કેટેગરી ત્રણ અઠવાડીયા આગળ વધેલ છે જયારે ત્રીજી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરી ચાલુ માસ દરમ્‍યાન એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી. વધારામાં આ વિભાગની ૧લી કેટેગરી તેમજ ચોથી, ધાર્મિક વ્‍યક્‍તીઓ તેમજ રોજગાર ઉત્‍પન્‍ન કરનારી બંન્‍ને કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇ પણ વ્‍યક્‍તિ અમેરીકા આવવાની ઇચ્‍છા રાખતી હોય તો તેને અત્રે આવવા માટે સરળતાથી વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે પરંતુ અરજદારે અત્રેના ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેનું સખત પણે પાલન કરવાનું રહેશે અને તે પ્રમાણે ન કરનારાઓને હાલના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી અધીકારીઓ વીઝા ન પણ આપે માટે અરજદારે આ અંગે ઇમીગ્રેશન ખાતાના નિયોમોના જાણકારોની સલાહ લેવી ઉચીત થઇ પડશે કે જેથી પાછળથી પસ્‍તવાનો સમય ન આવે હાલમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વહીવટી તંત્ર વીઝા આપવા માટે ભારે પ્રમાણમાં ચકાસણી કરી રહ્યું છે માટે આ અંગે સૌને ચોક્કસ પ્રમાણમાં અગાઉથી ખાત્રી કરી લેવી સલાહ ભર્યુ છે.

ડીસેમ્‍બર ૨૦૧૭ માસ દરમ્‍યાન  વીઝા અંગેની સંપૂર્ણ માહિતી

 

કૌટુમ્‍બીક આધારિત વિભાગો

ભારત કટ ઓફ તારીખ

 

અમેરીકન નાગરિકત્‍વ  ધરાવનાર વ્‍યક્‍તિના ૨૧ વર્ષથી વધુ વયના અપરણીત  સંતાનો  (F-1)    

૧ લી ફેબ્રુઆરી ૨૦૧૧

 

  

એ કાયમી વસવાટ કરનારાઓના પતિ-

પત્‍નિ તથા અપરણીત સતાનો  (F-2A)

૨૨ મી ડીસેમ્‍બર ૨૦૧૫

 
 

 

બી  કાયમી વસવાટ ૨૨મી નવેમ્‍બર ૨૦૧૦ કરનારાઓના

 ૨૧ વર્ષથી વધુ  વયના આણીત સંતાનો  (F-2B)

૨૨ મી નવેમ્‍બર ૨૦૧૦

 
 
 

૩    

     

અમેરીકન નાગરિકત્‍વ ૮મી સપ્‍ટેમ્‍બર  ૨૦૦૫ ધરાવનાર વ્‍યક્‍તિના પરણીત  સંતાનો  (F-3)

૮મી સપ્‍ટેમ્‍બર ૨૦૦૫

 

૪     

   

અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના પુખ્‍ત વયના ભાઇઓ તથા બહેનો

૨૨મી નવેમ્‍બર ૨૦૦૩

 

 

 

કૌટુમ્‍બીક આધારિત વિભાગો

પિટીશન ફાઇલ કરેલ તેની તારીખ

અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના   ૨૧ વર્ષથી વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૧ લી જાન્‍યુઆરી ૨૦૧૨

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્‍નિ તથા અપરણીત સંતાનો  (F-2A)     

૧ લી નવેમ્‍બર  ૨૦૧૬

 

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧  વર્ષથી વધુ વયના આણીત સંતાનો  (F-2B)

૧ લી નવેમ્‍બર  ૨૦૧૧

અમેરિકન નાગરિકત્‍વ ૧લી ડીસેમ્‍બર ૨૦૦૫ પરણીત સંતાનો  (F-3)

૧ લી ડીસેમ્‍બર ૨૦૦૫

અમેરીકન નાગરિકત્‍વ ૨૨મી જૂન ૨૦૦૪  ધરાવનાર વ્‍યક્‍તિના પુખ્‍ત વયના ભાઇઓ   તથા બહેનો

૨૨મી જૂન ૨૦૦૪

 

 

વિશેષમાં ઇમીગ્રેશન ખાતાના નિયમો અનુસાર કૌટુમ્‍બીક આધારિત વિભાગે સિવાય રોજગાર આધારિત વિભાગોમાં પણ ભીન્‍ન ભીન્‍ન પ્રકારની કેટેગરીઓ શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ કુશળ કારીગરો સવિશેષ પ્રમાણમાં લેછે આ વિભાગમાં જે નીચે મુજબની તારીખો દર્શાવવામાં આવેલ છે તે ડીસેમ્‍બર ૨૦૧૭ માસ દરમ્‍યાન ભારત માટેની કટઓફની તારીખ છે જેની વાંચક વર્ગે નોંધ લેવા નમ્ર વિનંતી છે.

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામદારો (E-1)

વર્તમાન-

ધંધાકીયા ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૧લી નવેમ્‍બર ૨૦૦૮

કુશળ કારીગરો (E-3

૧૫મી ઓકટોબર ૨૦૦૬

 

અન્‍ય કામદારો

 

ચોક્કસ વસાહતીઓ

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન- 

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન- 

વધારામાં રોજગાર આધારિત વિભાગોમાં જે વ્‍યક્‍તિઓએ અમેરીકામાં સ્‍થાયી જવા માટે અરજી કરેલ છે તેની પ્રાયોરીટી તારીખ છે અને તે આધારે ઇમીગ્રેશન ખાતાના અધીકારીઓ દ્વારા જરૂરી પગલા લેવાઇ રહ્યા છે. આ અંગે ઇમીગ્રેશન ખાતાની વેબ સાઇટનો ઉપયોગ કરવો હિતાવહ છે.  

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

વર્તમાન-

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૮મી ફેબ્રુઆરી ૨૦૦૯

કુશળ કારીગરો (E-3)

૧ લી જાન્‍યુઆરી

ચોક્કસ વસાહતીઓ (E-4)

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

 

કરઓફ તારીખ

         નવેમ્‍બર ૨૦૧૭ માસ દરમ્‍યાન વીઝા અંગેની જે માહિતીઓ હતી અને

         ડીસેમ્‍બર ૨૦૧૭ ચાલુ માસ દરમ્‍યાન ઉપરોક્‍ત મુજબની જે માહિતીઓ પ્રસિધ્‍ધ કરેલ છે તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

કૌટુમ્‍બીક

અત્‍યારિત

કેટેગીરી

ગયા મહિનાની

કટ ઓફ

તારીખ

ચાલુ માસની

કટ ઓફ

તારીખ

કેટલા

અઠવાડીયા

આગળ વધી

૨૨મી જાન્‍યુઆરી ૨૦૧૧

૧લી ફેબ્રુઆરી ૨૦૧૧

એક અઠવાડીયું

૨એ

૧૫મી નવેમ્‍બર ૨૦૧૫

૨૨મી ડીસેમ્‍બર ૨૦૧૫

પાંચ અઠવાડીયા

૨બી

૧૫મી નવેમ્‍બર ૨૦૧૦

૨૨મી નવેમ્‍બર ૨૦૧૦

એક અઠવાડીયું

૧૫મી ઓગષ્‍ટ ૨૦૦૫

૮મી સપ્‍ટેમ્‍બર ૨૦૦૫

ત્રણ અઠવાડીયા

૨૨મી ઓકટોબર ૨૦૦૩

૨૨મી નવેમ્‍બર ૨૦૦૩

ચાર અઠવાડીયા

 

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામદારો(E-1)

વર્તમાન-

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-1)

૮મી ઓકટોબર ૧લી નવેમ્‍બર ૨૦૦૮

કુશળ કારીગરો (E-3)

૧૫મી ઓકટોબર

ચોક્કસ વસાહતીઓ (E-4)

કંઇનહીં

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

 

(9:01 am IST)