Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી ઉપર આતંકી હુમલો :બે સુરક્ષાકર્મીને ગંભીર ઇજા ;આતંકીઓની શોધખોળ માટે મોટેપાયે અભિયાન

જમ્મુ-કશ્મીરમાં  આતંકીઓ દ્વારા શોપિયામાં સેનાની પેટ્રોલ પાર્ટી પર હુમલો કરાયો છે આતંકીઓ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં બે સુરક્ષાકર્મીઓને ગંભીર ઇજા પહોંચી છે.

આતંકી હુમલા બાદ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને  આર્મી દ્વારા તમામ આતંકીઓની શોધખોળ ચાલુ છે. આતંકીઓને પકડવા માટે મોટાપાયે અભિયાન ચલાવાઈ રહ્યું છે.

(12:10 am IST)