Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમેરિકામાં ઇન્‍ડિયન તથા એશિયન અમેરિકનો પોલીસની વધુ હેરાનગતિનો ભોગ બનતા હોવાનો સર્વેઃ ‘ડીસ્‍ક્રીમિનેશન ઇન અમરિકા' શીર્ષક હેઠળ કરાયેલા સર્વેમાં જાણવા મળેલી ચોંકાવનારી વિગતોઃ નોકરીમાં, રહેણાંક મેળવવામાં તેમજ કોલેજમાં એડમિશન મેળવવામાં પણ ઓરમાયા વર્તનનો અનુભવઃ ૨૧ ટકા પરિવારો ધમકીનો, ૧૦ ટકા હિંસાનો તથા ૮ ટકા સેકસી હુમલાનો ભોગ બન્‍યા હોવાનો સર્વેઃ સામાન્‍ય નાગરિકો કરતાં વધુ આવક તથા પૂર્વગ્રહ હોવાનું તારણ

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં વસતા ઇન્‍ડિયન અમેરિકન પ્રજાજનો પોલીસની હેરાનગતિનો વધારે ભોગ બને છે. જે ૧૭ ટકા જેટલો છે. જયારે ચાઇનીસ અમેરિકન લોકો માત્ર બે ટકા જેટલા જ પોલીસની હેરાનગતિનો ભોગ બને છે ઇન્‍ડિયન અમેરિકન લોકોના પરિવારજનોને પણ પોલીસ ડિપાર્ટમેન્‍ટ અવારનવાર રોકે છે તથા બિનજરૂરી પૂછપરછ કરી હેરાનગતિ કરે છે.

ચાલુ સપ્તાહમાં ‘‘ડીસ્‍ક્રીમિનેશન ઇન અમેરિકા'' શીર્ષક હેઠળ રોબર્ટ વુડ જોનસન ફાઉન્‍ડેશન તથા હાર્વડ ટીએન ચાન સ્‍કૂલ ઓફ પબ્‍લીક હેલ્‍થ દ્વારા નેશનલ પબ્‍લીક રેડિયો માટે કરાયેલા સર્વેમાં જાણવા મળ્‍યા મુજબ વધુ આવક ધરાવતા મોટા ભાગના ઇન્‍ડિયન અમેરિકન લોકો પોલીસની હેરાનગતિનો વધુ ભોગ બનતા જોવા મળ્‍યા છે. જેનું પ્રમાણ ૩૩ ટકા, ચાઇનીસ અમેરિકનનું ૧૬ ટકા તથા સાઉથ ઇસ્‍ટ અમેરિકનનું પ્રમાણ ૧૧ ટકા જોવા મળ્‍યુ છે.

એશિયન અમેરિકન લોકોના કરાયેલા સર્વે મુજબ તેઓ નોકરીમાં તેમજ રહેણાંક મેળવવામાં પણ ઓરમાયા વર્તનનો ભોગ બને છે. એટલું જ નહીં કોલેજમાં એડમિશન મેળવવામાં પણ આવો અનુભવ થતો જોવા મળે છે. સર્વેમાં જાણવા મળ્‍યા મુજબ એશિઅન અમેરિકન લોકો સાધારણ પ્રજાજનો કરતાં વધુ આવક ધરાવતા જોવા મળ્‍યા છે. તેમ છતાં માત્ર આવકને હિસાયે જ નહીં પરંતુ પૂર્વગ્રહને રિસાયે પણ હેરાનગતિ થતી હોવાનું જાણવા મળ્‍યુ છે.

એશિઅન અમેરિકન લોકોના સર્વેમાં જાણવા મળ્‍યા મુજબ ૨૧ ટકા પરિવારો ધમકીનો ભોગ બનતા હોવાનું, ૧૦ ટકા પરિવારો હિંસાનો, તથા ૮ ટકા પરિવારો સેકસી હુમલાનો ભોગ બનતા હોવાનું મંતવ્‍ય વ્‍યક્‍ત થયું હતું.

૨૬ જાન્‍યુ.થી ૯ એપ્રિલ ૨૦૧૭ દરમિયાન ૩૪૫૩ જેટલા ૧૮ વર્ષથી વધુ વયના એશિઅન અમેરિકનોના સર્વેમાં ઉપરોક્‍ત હકીકત બહાર આવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:02 pm IST)