Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સેંસેક્સ ૨૦૫ પોઇન્ટ સુધરી ૩૩૪૫૫ની ઉંચી સપાટી પર

નિફ્ટીમાં ૬૧ પોઇન્ટનો નોંધપાત્ર ઉછાળો : મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ઉછાળો નોંધાયો આજે સીપીઆઈ ફુગાવાના આંકડા જારી કરાશે : રિપોર્ટ

મુંબઇ,તા. ૧૧ : શેરબજારમાં આજે તેજી રહી હતી.કારોબારના અંતે સેંસેક્સ આજે ૨૦૫ પોઇન્ટ સુધરીને ૩૩૪૫૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઉછળીને ૧૦૩૨૬ની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી નવી ઉંચી સપાટી પર રહ્યા હતા. ધારણા પ્રમાણે જ જ દિવસ દરમિયાન તેજી રહી હતી. આજે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૦.૨૨ ટકાનો ઉછાળો રહ્યો છે. જ્યારે મિડ કેપ ઇન્ડેક્સમાં ૦.૩૬ ટકાનો વધારો થયો હતો.  શુક્રવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૩૨૫૦  રહી હતી જ્યારે જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૦૨૬૫ની સપાટીએ રહ્યો હતો. ૫૦ પૈકીના ૩૮ ઘટકોમાં તેજી રહી હતી. શનિવારના દિવસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ૮૯ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. બીજા તબક્કા માટે મતદાન ૧૪મી ડિસેમ્બરના દિવસે યોજનાર છ, જ્યારે પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. યુએસ ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક મંગળવારથી શરૂ થશે. જે બે દિવસ ચાલી શકે છે.આઈઆઈટીના આંકડા ઓક્ટોબર માટેના મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિનામાં નવ મહિનાની ઉંચી સપાટીથી સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. મંગળવારના દિવસે સીપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવનાર છે. કન્ઝ્યુમર પ્રાઇઝનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૫૮ ટકા રહ્યો હતો જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ૩.૨૮ ટકા રહ્યો હતો. ૧૪મી ડિસેમ્બરના દિવસે ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો પણ જારી કરવામાં આવનાર છે. હોલસેલ પ્રાઇઝનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૫૯ ટકા રહ્યો હતો જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો ૨.૬૦ ટકા રહ્યો હતો. ટેકનિકલ ચાર્ટમાં પણ કેટલાક સારા સંકેત મળી રહ્યા છે. સંસદનું શિયાળુ સત્ર ૧૫મી ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યું છે જે પાંચમી જાન્યુઆરી સુધી ચાલનાર છે. ૨૧ દિવસના ગાળા દરમિયાન બંને ગૃહમાં ૧૪ બેઠકો યોજાનાર છે. સંસદમાં કાર્યવાહી આ વખતે ભારે તોફાની બની શકે છે. કારણ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જારી કરાશે. આવતીકાલે જારી કરવામાં આવનાર ઉપયોગી આંકડાને લઇને ચિત્ર આશાસ્પદ રહે તેવી શક્યતા છે. શેરબજારમાં ગુજરાત પરિણામને લઇને પણ ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે.

(7:50 pm IST)