Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

કોંગ્રેસના અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની પસંદગી

નવી દિલ્હી તા.૧૧ : રાહુલ ગાંધીની આજે ૧૩ર વર્ષ જુની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પદે વરણી થઈ છે.  પ્રમુખ પદ માટે બીજા કોઇએ ઉમેદવારી નોંધાવી નથી તેથી આજે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે તેમને બીનહરીફ પ્રમુખ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ૪૭ વર્ષના રાહુલ કોંગ્રેસનું ટોચનું પદ સંભાળનાર નહેરૃ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય બન્યા છે.

કોંગ્રેસના ચૂંટણી અધિકારી મુલ્લાપલ્લી રામચંદ્રન અને કોંગ્રેસ ચૂંટણી સમિતિ મધુસુદન મિસ્ત્રી વગેરે તેમના નામની જાહેરાત કરી હતી. રાહુલ ૧૪મી ડિસેમ્બરે અધ્યક્ષનું પદ સંભાળશે.

પક્ષના અધ્યક્ષ તરીકે તેમનુ બીનહરીફ ચૂંટાવુ તેમની તાકાતનો સંકેત આપ્યો છે. તેમણે હવે પક્ષથી લઇને રાજયો સુધી સૌને સાથે રાખી ચાલવુ પડશે. પક્ષના જુના નેતાઓ અનેે યુવા નેતાઓ વચ્ચે સંતુલન પણ જાળવવુ પડશેે.(૨-૨૫)

(4:53 pm IST)