Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

૪પ% લોકોએ કામ નિપટાવવા લાંચ આપીઃ સર્વે

બેલગામ ભ્રષ્ટાચાર... પ૧ ટકા લોકો કહે છે તેમના રાજયમાં ભ્રષ્ટાચાર ઘટાડવા કોઇ પગલુ લેવાયુ નથી

નવી દિલ્હી તા.૧૧ : ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક ઓનલાઇન સર્વે અનુસાર લગભગ ૪પ ટકા લોકોએ સ્વીકાર કર્યો છે કે તેઓએ પોતાનુ કામ પુરૂ કરવા માટે છેલ્લા ૧ર મહિનામાં ઓછામાં ઓછા એક વખત લાંચ ચુકવી છે. આ સર્વેમાં દેશના ૧૧ રાજયોના ૩૪૬૯૬ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેઓને છેલ્લા ૧ર મહિનામાં ભ્રષ્ટાચારના સ્તરમાં બદલાવ અંગે શું વિચારો છો તેની માહિતી લેવામાં આવી હતી. આમાંથી ૧૧ રાજયોના ૧ર૯૬૪ એટલે કેે ૩૭ ટકા લોકોએ સ્વીકાર્યુ હતુ કે, આ ગાળામાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે.

સર્વે અનુસાર લગભગ ૧પ૬રર લોકો એટલે કે ૪પ ટકાએ સ્વીકાર્યુ હતુ કે, એ સ્થિર રહ્યો છે. સર્વેમાં ૪૮૭૩ લોકો એટલે કે ૧૪ ટકાએ સ્વીકાર્યુ છે કે આ ગાળામાં ભ્રષ્ટાચાર ઘટયો છે. જયારે ૧ર૩પ લોકો એટલે કે ચાર ટકાએ કહ્યુ હતુ કે, અમે કશુ કહી શકીએ નહી.

સર્વે અનુસાર બે અલગ-અલગ સમાનાંતર સર્વેમાં પ૧ ટકાએ જવાબ આપ્યો હતો કે તેમના રાજયોએ છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કોઇ પગલુ લીધુ ન હતુ. જયારે ૪પ ટકાએ તેઓએ છેલ્લા ૧ર મહિનામાં પોતાનુ કામ પુરૂ કરવા માટે ઓછામાં ઓછી લાંચ ચુકવી હતી.

 

(11:38 am IST)