Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ચીનને ફરી પેટમાં દુઃખ્યુઃ ડોકલામમાં ખડકયા સૈનિકો

૧૮૦૦ સૈનિકોએ તંબુ તાણતા વિવાદ

નવી દિલ્હી તા. ૧૧ : સિક્કિમ-ભૂતાન-તિબેટ સરહદની પાસે ડોકલામ ક્ષેત્રમાં ૧૬૦૦-૧૮૦૦ ચીની સૈનિક ફરીથી તંબુ તાણી બેસી ગયા છે. અહીં તેઓ હેલિપેડ્સ, રોડ અને શિબિરો બનાવાનું કામ કરી રહ્યાં છે. સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે ભારતને સ્ટ્રેટજીક લક્ષ્ય મળી ગયું છે અને હવે ચીનને દક્ષિણની તરફ કોઇપણ સ્થિતિમાં રસ્તાનું વિસ્તરણ કરવા દેવામાં આવશે નહીં. આ ક્ષેત્રમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાન સ્થાયી રીતે રહે છે.સૂત્રોએ કહ્યું કે પહેલાં ડોકલામમાં દર વર્ષે એપ્રિલ-મે અને ઓકટોબર-નવેમ્બરમાં PLAના સૈનિક આવી જતા હતા અને તેના પર દાવો કરતાં હતા. ૨૮મી ઓગસ્ટના રોજ ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે વિવાદ પૂરો થયા બાદ પહેલી વખત એવું જોવા મળ્યું કે PLAએ ભૂતાન ક્ષેત્રમાં અડિંગો જમાવી લીધો છે. જો કે ભારતની સાથે યથાસ્થિતિ બનેલી છે.

આર્મી ચીફ બિપિન રાવત એ સપ્ટેમ્બરમાં જ ચેતવણી આપી હતી કે ચીન વિવાદાસ્પદ ક્ષેત્રમાં તાકત અજમાવાની કોશિષ કરતાં રહેશે. આથી ચુંબી વેલીમાં સ્ટ્રેટજીના રૂપમાં સૈનિકોને તૈનાત કરાયા છે. આ સિક્કિમ અને ભૂતાનની વચ્ચે આવેલ છે. પહેલાં ડોકલામમાં ભારતીય સૈનિક ચીનના સૈનિકો પર કયારેય આપત્ત્િ। વ્યકત કરતાં નહોતા પરંતુ જૂનમાં જયારે રસ્તો બનાવા માટે PLAએ યથાસ્થિતિને તોડવાન કોશિષ કરી તો અહીંની સુરક્ષા કડક કરી દેવાઇ.

ભારતીય જવાનોએ ચીનને રસ્તો બનાવતા રોકી દીધા. ત્યારબાદ પીએમ મોદીના ચીન પ્રવાસ પહેલાં ચીન એ પોતાના સૈનિકોને ૧૫૦ મીટર પાછળ બોલાવી લીધા. હવે આ ક્ષેત્રમાં શાંતિ છે અને ભારત-ચીનની સેનાઓ ૫૦૦ મીટર દૂર રહે છે. જો કે લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ પર સૈનિકોની ચહલપહલ રહે છે. સૂત્રોના મતે ત્યારબાદ ચીન એ ડોકલામમાં દક્ષિણની તરફ રસ્તો બનાવાની કોશિષ કરી નથી.(૨૧.૧૧)

 

(12:35 pm IST)